fbpx
રાષ્ટ્રીય

PM મોદીએ મધ્યપ્રદેશમાં ૭૫૫૦ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કર્યું” MPઅને ગુજરાતના લોકોના દિલ જાેડાયેલા છે”: આદિવાસી સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું

મધ્યપ્રદેશના ઝાબુઆમાં રવિવારે આદિવાસી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો. આ સાથે રાજ્યના મુખ્યમંત્રી ડો.મોહન યાદવે પણ ભાગ લીધો હતો. આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યને કરોડો રૂપિયાની ભેટ આપી હતી. ઁસ્ એ ૭ હજાર ૫૫૦ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ કાર્યક્રમ દ્વારા પીએમ મોદી રાજ્યમાં મિશન ૨૦૨૪ની ચૂંટણીની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ આદિવાસી સંમેલનને પણ સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું કે તે અહીં સેવક બનીને આવ્યો છું. પીએમએ કહ્યું કે તેમને વિકાસ પ્રોજેક્ટ્‌સ અને કામોની ભેટ આપવાનું સૌભાગ્ય મળ્યું છે. તેમણે કહ્યું કે ઝાબુઆ ગુજરાત સાથે જેટલું જ જાેડાયેલું છે એટલું જ મધ્યપ્રદેશ સાથે પણ જાેડાયેલું છે. અહીં માત્ર સરહદ જ નહીં પરંતુ બંને રાજ્યોના લોકોના દિલ પણ જાેડાયેલા છે.
વડાપ્રધાને આ વિકાસ કાર્યોનું ઉદ્‌ઘાટન કર્યું જેમાં ઈન્દોર-દેવાસ-ઉજ્જૈન રેલ્વે લાઈન ડબલીંગ, ઇટારસી નોર્થ-સાઉથ ગ્રેડ સેપરેટર અને યાર્ડ રિમોડેલિંગ, બરખેડા-બુધણી-ઈટારસી ત્રીજી રેલ્વે લાઈન, હરદા-બેતુલ ૪ લેન રોડ, ઉજ્જૈન-દેવાસ સેક્શન રોડ, ઈન્દોર-ગુજરાત-મધ્યપ્રદેશ બોર્ડર સેક્શન ૧૬ કિમી ૪ લેન રોડ, ચિચોલી-બેતુલ ૪ લેન રોડ, ઉજ્જૈન ઝાલાવાડ સેક્શન રોડ, ૫૦ ગ્રામ પંચાયતોમાં નળના પાણીની યોજના, ૬ પાવર સબ સ્ટેશન અને નર્મદાપુરમ પાણી પુરવઠા યોજના વગેરે નો સમાવેશ થાય છે અને આ સાથે પીએમે આ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો જેમાં રતલામ અને મેઘનગર રેલ્વે સ્ટેશનનો પુનઃવિકાસ, સીએમ રાઇઝ વિદ્યાલય રાજલા, ઝાબુઆ, ૩ લેગસી વેસ્ટ ડમ્પ સાઇટ પ્રોજેક્ટ, ૧૪ શહેરી પાણી પુરવઠા યોજનાઓ અને તલાવડા ડેમ પ્રોજેક્ટ્‌સ વગેરેનો સમાવેશ છે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીને હવે માત્ર થોડા મહિના જ બાકી છે. આવી સ્થિતિમાં પીએમ મોદીએ ઝાબુઆથી રાજ્યમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. એવું માનવામાં આવે છે કે પીએમની નજર મધ્યપ્રદેશની ૬ આદિવાસી બેઠકો, ગુજરાત અને રાજસ્થાનની ૪ આદિવાસી બેઠકો પર છે જેના પર તેઓ ચૂંટણી જીતવા માંગે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/