fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં કોંગ્રેસને જબરદસ્ત મોટો ઝટકોમહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા અશોક ચૌહાણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ

,
મહારાષ્ટ્રમાં કોંગ્રેસને જબરદસ્ત મોટો ઝટકો મળ્યો છે. લોકસભા ચૂંટણી ઢૂંકડી છે અને પાર્ટીના દિગ્ગજ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા અશોક ચૌહાણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ બે વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકી અને મિલિન્દ દેવડા પણ પાર્ટી છોડી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ રવિવારે અશોક ચૌહાણે મહારાષ્ટ્રના એઆઈસીસી પ્રભારી રમેશ ચેન્નિથલા સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ પાર્ટી છોડે તેવી અટકળો થઈ રહી હતી. તેઓ ભાજપમાં જાેડાય તેવી અટકળો છે. રાહુલ ગાંધીની યાત્રા મહારાષ્ટ્ર પહોંચે એ પહેલાં જ કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. અશોક ચવ્હાણે આજે સવારે ૧૧.૨૪ વાગ્યે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને ધારાસભ્ય પદ પરથી રાજીનામું સોંપ્યું હતું. સ્પીકરના કાર્યાલયે રાજીનામું સ્વીકારી લીધું છે.

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હાલ રાયપુરમાં છે. ચવ્હાણ ભાજપમાં જાેડાઈ શકે છે તેવી ચર્ચા છે. અશોક ચવ્હાણ વિશે રાજ્યના ડેપ્યુટી સીએમ અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘મેં મીડિયા પાસેથી અશોક ચવ્હાણ વિશે સાંભળ્યું. પરંતુ અત્યારે હું એટલું જ કહી શકું છું કે કોંગ્રેસના ઘણા સારા નેતાઓ ભાજપના સંપર્કમાં છે. પ્રજા સાથે જાેડાયેલા નેતાઓ કોંગ્રેસમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે. મને ખાતરી છે કે કેટલાક મોટા ચહેરાઓ કોંગ્રેસમાં જાેડાશે. ચાલો જાેઈએ કે ભવિષ્યમાં શું થાય છે…’ પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણને મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો ચહેરો માનવામાં આવે છે જે દરેક મુશ્કેલીમાં પાર્ટીની સાથે ઉભા રહ્યા છે. મોદી લહેર હોવા છતાં તેમણે ૨૦૧૪માં કોંગ્રેસને નાંદેડ બેઠક પરથી જીત અપાવી હતી.

અશોક ચવ્હાણ મૂળ ઔરંગાબાદ જિલ્લાના પૈઠાણ તાલુકાની રહેવાસી છે. પરંતુ તેમના પૂર્વજાે નાંદેડમાં સ્થાયી થયા અને ત્યારથી તેઓ નાંદેડકર તરીકે ઓળખાવા લાગ્યા. તેમને તેમનો રાજકીય વારસો તેમના પિતા શંકરરાવ ચવ્હાણ પાસેથી મળ્યો હતો, જેઓ બે વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા .શંકરરાવ ચવ્હાણના કારણે જ મરાઠવાડામાં કોંગ્રેસ મજબૂત બની હતી અને સત્તા વિરોધી લહેર હોવા છતાં, કોંગ્રેસને અહીંથી કોઈ હલાવી શક્યું નથી. અશોક ચવ્હાણ ૮ ડિસેમ્બર ૨૦૦૮ થી ૯ નવેમ્બર ૨૦૧૦ સુધી દોઢ વર્ષ માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. આદર્શ બિલ્ડીંગ કૌભાંડમાં તેમનું નામ સામે આવ્યા બાદ તેમણે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. રાજકીય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન પદ છોડ્યા બાદ અશોક ચવ્હાણનો રાજકીય વનવાસ શરૂ થયો હતો, પરંતુ તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. જેઓએ કમબેક કર્યું અને ૨૦૧૪ની લોકસભા ચૂંટણી જીતી. તેમને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/