fbpx
રાષ્ટ્રીય

જગદગુરુ રામભદ્રાચાર્ય અને ગીતકાર ગુલઝારને વર્ષ ૨૦૨૩નો જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા

ફિલ્મ નિર્માતા, ગીતકાર અને ઉર્દૂ કવિ ગુલઝારની સાથે સંસ્કૃત ભાષાના વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્યને ૫૮મા જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. પુરસ્કારથી સંબંધિત પસંદગી પેનલે જણાવ્યું કે, ગુલઝાર અને જગદગુરુ રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કાર ૨૦૨૩ માટે પસંદ કરવામાં આવ્યા છે. ગીતકાર ગુલઝાર, જેઓ તેમના શાનદાર સર્જનો માટે વિશ્વભરમાં જાણીતા છે, તેમને ઉર્દૂ ભાષામાં તેમના અતુલ્ય યોગદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ સાથે જગદ્‌ગુરુ રામભદ્રાચાર્યનું નામ પણ સંસ્કૃત ભાષામાં તેમના યોગદાન માટે સાહિત્યના આ સર્વોચ્ચ સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે. રામભદ્રાચાર્ય, ચિત્રકૂટમાં તુલસી પીઠના સ્થાપક અને વડા, વિશ્વ વિખ્યાત હિંદુ આધ્યાત્મિક ગુરુ, શિક્ષક અને ૧૦૦ થી વધુ પુસ્તકોના લેખક છે. ગુલઝાર તેમના ગીતલેખન અને હિન્દી સિનેમામાં અનન્ય ફિલ્મો બનાવવા માટે જાણીતા છે અને તેમની ગણતરી વર્તમાન સમયના તેજસ્વી ઉર્દૂ કવિઓમાં પણ થાય છે. અગાઉ, ગુલઝારને ૨૦૦૨માં સાહિત્ય અકાદમી પુરસ્કાર, ૨૦૧૩માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, ૨૦૦૪માં પદ્મ ભૂષણ અને ઓછામાં ઓછા ૫ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો તેમના ઉર્દૂ ભાષામાં કામ કરવા બદલ મળી ચૂક્યા છે. ગુલઝારની પ્રખ્યાત કૃતિઓ ચાંદ પુખરાજ કા, રાત પશ્મિને કી અને પંદ્રહ પાંચ પછત્તર છે.

ગુલઝારનું સાચું નામ સંપૂર્ણ સિંહ કાલરા છે. તેમનો જન્મ ૧૮ ઓગસ્ટ ૧૯૩૪ના રોજ અવિભાજિત ભારતના જેલમ જિલ્લાના દેના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ માખન સિંહ હતું જેઓ નાનો વેપાર કરતા હતા. તેમની માતાના મૃત્યુ પછી, તે મોટાભાગનો સમય તેના પિતા સાથે રહેતા હતા. જાે કે, તેમને અભ્યાસમાં વધુ રસ નહોતો અને તે ૧૨માની પરીક્ષામાં પણ નાપાસ થયા હતા. પરંતુ સાહિત્યમાં તેમનો રસ જળવાઈ રહ્યો. રવીન્દ્રનાથ ટાગોર અને શરતચંદ તેમના પ્રિય સાહિત્યકારો હતા. બીજી તરફ, જગદગુરુ રામભદ્રાચાર્ય, જેમણે જન્મના માત્ર ૨ મહિના પછી જ તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી, તેઓ એક ઉત્તમ શિક્ષક તેમજ સંસ્કૃત ભાષાના વિદ્વાન છે.

ઘણી ભાષાઓના જાણકાર જગદગુરુ રામભદ્રાચાર્યે ૧૦૦ થી વધુ પુસ્તકો લખ્યા છે. તેમને ૨૨ ભાષાઓનું જ્ઞાન છે. જગદગુરુ રામભદ્રાચાર્યને પણ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. જગદગુરુ રામભદ્રાચાર્યને વર્ષ ૨૦૧૫માં ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્ઞાનપીઠ પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ પુરસ્કાર (૨૦૨૩ માટે) બે ભાષાઓના ઉત્કૃષ્ટ લેખકો – સંસ્કૃત સાહિત્યકાર જગદગુરુ રામભદ્રાચાર્ય અને પ્રખ્યાત ઉર્દૂ સાહિત્યકાર ગુલઝારને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.” છેલ્લી વખત વર્ષ ૨૦૨૨ માટેનો પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ પુરસ્કાર ગોવાના લેખક દામોદર માવજાેને આપવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/