fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે યુપીના સંભલ પહોંચી રહ્યા છે. તેઓએ આજે કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો છે. કળિયુગમાં ભગવાન કલ્કીને ભગવાનનો અવતાર માનવામાં આવે છે. આ મંદિર કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આચાર્ય પ્રમોદ પીએમ મોદીને મળ્યા હતા અને તેમને આ મંદિરનો શિલાન્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું. જેનો વડાપ્રધાને સહર્ષ સ્વીકાર કર્યો હતો. આ પછી કોંગ્રેસ પાર્ટી દ્વારા આચાર્ય પ્રમોદને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. કોંગ્રેસમાં રહીને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનેક વખત વખાણ કર્યા છે. તેમણે રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પાર્ટી લાઇનની બહાર જઈને નિવેદન પણ આપ્યું હતું.

૨૨ જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે તેઓ અયોધ્યા પણ ગયા હતા. આચાર્ય પ્રમોદ કૃષ્ણમ પણ કોંગ્રેસની ટિકિટ પર લખનૌથી છેલ્લી વખત લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. કોંગ્રેસમાં તેઓ દિગ્વિજય સિંહ અને સચિન પાયલટ જેવા મોટા નેતાઓના નજીકના ગણાતા હતા. એક સમયે તેઓ પ્રિયંકા ગાંધીના રાજકીય સલાહકાર પણ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંભલ મુલાકાતને રાજકીય રીતે પણ મહત્વની માનવામાં આવી રહી છે. તેમણે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરી સંભલ જવાની જાણકારી આપી હતી. આ પોસ્ટના જવાબમાં આચાર્ય પ્રમોદ કૃષ્ણએ લખ્યું છે, અપલક પ્રતિક્ષા મેં. પીએમ નરેન્દ્ર મોદી આજે યુપીના જે વિસ્તારમાં છે. ત્યાં ભાજપ ગત ચૂંટણીમાં ખાતુ પણ ખોલી શકી ન હતી.

યુપીનો સંભલ જિલ્લો મુરાદાબાદ વિભાગમાં આવે છે. આ વિભાગમાં લોકસભાની છ બેઠકો છે. ગત લોકસભા ચૂંટણીમાં આ તમામ છ બેઠકો પર ભાજપનો પરાજય થયો હતો. પાર્ટીનું ખાતું પણ ખોલી શકાયું નથી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ મ્જીઁ અને ઇન્ડ્ઢ સાથે મ્ત્નઁ વિરુદ્ધ ગઠબંધન કર્યું હતું. આ ગઠબંધને તમામ છ બેઠકો જીતી હતી. જેમાંથી ત્રણ લોકસભા સીટો સમાજવાદી પાર્ટીના ફાળે આવી હતી. ડો. એસ.ટી. હસન મુરાદાબાદથી સાંસદ બન્યા અને શફીકર રહેમાન બર્ક સંભલથી સાંસદ બન્યા. સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાને રામપુરથી ચૂંટણી જીતી હતી. કોર્ટમાંથી સજા મળ્યા બાદ હવે આઝમ ખાન ચૂંટણી નહીં લડી શકે.

ત્યારપછીની પેટાચૂંટણીમાં ભાજપે રામપુર બેઠક પર જીત મેળવી હતી. જ્યારે બાકીની ત્રણ લોકસભા બેઠકો પર બસપાના ઉમેદવારોએ જીત મેળવી હતી. બીએસપીના દાનિશ અલી અમરોહાથી ચૂંટણી જીત્યા. જેમને માયાવતીએ થોડા મહિના પહેલા જ પાર્ટીમાંથી બહાર કરી દીધા હતા. હવે તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. મલુક નાગર બિજનૌર લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. બસપાની ટિકિટ પર ચૂંટણી જીતનાર નાગર આ વખતે આરએલડી તરફથી ચૂંટણી લડવા માંગે છે. બસપાના ગિરીશ ચંદ્ર જાટવ એ જ જિલ્લામાં નગીનાની આરક્ષિત બેઠક જીતી ગયા. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે તેના ચાર સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ બધા હારી ગયા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે મુરાદાબાદની તમામ બેઠકો જીતી હતી. આ વખતે પણ ભાજપ એ જ પ્રદર્શનનું પુનરાવર્તન કરવાની તૈયારી કરી રહ્યું છે. યુપી માટે ભાજપનું મિશન ૭૫ પ્લસ છે.

તો જ પાર્ટીનો ૪૦૦થી વધુનો એજન્ડા પૂરો થઈ શકશે. આ વખતે ભાજપ જયંત ચૌધરીની પાર્ટી આરએલડી સાથે ગઠબંધન કરી રહી છે. ભાજપ મુરાદાબાદ વિભાગની તમામ લોકસભા બેઠકો જીતવા માંગે છે. બસપા એકલા હાથે લડવાને કારણે વિપક્ષી મતોના વિભાજનથી પણ ભાજપને ફાયદો થઈ શકે છે. વડાપ્રધાનની આજની મુલાકાતના કારણે પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ અનેરો છે. પીએમ નરેન્દ્ર મોદીની આ મુલાકાત ભાજપ માટે લકી સાબિત થઈ શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/