fbpx
રાષ્ટ્રીય

ચીન ભૂટાન સરહદ પર બનાવી રહ્યું છે ગામડાઓ, સેટેલાઇટ તસવીરો સામે આવી

ચીનની રણનીતિ કોઈનાથી છુપાયેલી નથી. તે પોતાના પડોશી દેશો પર સતત ખરાબ નજર નાખી રહ્યો છે. આ વખતે ડ્રેગનની જાળમાં ફસાયેલા પાડોશી દેશનું નામ છે ભૂતાન. ચીન ભૂટાન બોર્ડર પર ગામડાઓ બનાવી રહ્યું છે. તેણે અહીં ૨૦૦ થી વધુ ઘર બનાવ્યા છે. ચીન ગરીબી નિવારણ કાર્યક્રમના નામે તેનો વિસ્તાર કરી રહ્યું છે. ચીનના આ ષડયંત્રનો ખુલાસો સેટેલાઇટ તસવીરો દ્વારા થયો છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના સમાચાર અનુસાર ચીન ધીરે ધીરે ભૂટાનની સરહદ પર વિસ્તાર કરી રહ્યું છે. તે ભૂટાન બોર્ડર પર વિવાદિત વિસ્તારના એક ગામમાં સ્થાયી થઈ રહ્યો છે. આ ગામોમાં તિબેટના લોકોને સ્થાયી કરવામાં આવી રહ્યા છે. અહેવાલ મુજબ, ૨૮ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ૧૮ તિબેટીયન લોકોને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. અગાઉ માત્ર ૨૩૫ લોકોને જ સેટલ કરવાની યોજના હતી. જ્યાં ૨૩૫ લોકો સ્થાયી થવાના હતા ત્યાં ૭૦ મકાનોમાં ૨૦૦ લોકો પહેલેથી જ રહેતા હતા.

તમને જણાવી દઈએ કે ચીને ગરીબી નાબૂદી કાર્યક્રમ હેઠળ ગામડાઓ અને ઘર બનાવવાની શરૂઆત કરી હતી. આ પછી ચીને ધીમે-ધીમે તેને ષડયંત્રના ભાગરૂપે રાષ્ટ્રીય સુરક્ષાનો હિસ્સો બનાવ્યો. મેક્સર ટેક્નોલૉજીની સેટેલાઇટ ઇમેજમાં ૩ ગામો સામે આવ્યા છે. ચીન ગ્યાલફગ અને તામલુંગ બંનેમાં સમાન યોજના પર કામ કરી રહ્યું છે. ચીન તામલુંગના ગ્યાલફુગ ગામમાં ઝડપથી વિકાસ કરી રહ્યું છે. વર્ષ ૨૦૦૭માં ગ્યાલફુગમાં બે મકાનો હતા, ૨૦૧૬-૧૮ સુધીમાં સેંકડો મકાનો બન્યા. રિપોર્ટમાં શાસક ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ગરીબી નાબૂદીની યોજના તરીકે ઝડપી વિસ્તરણ શરૂ થયું હતું, પરંતુ તે બેવડી રાષ્ટ્રીય સુરક્ષાની ભૂમિકા ભજવે છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે રવિવારે અહેવાલ આપ્યો હતો કે બંને દેશોને અલગ કરતા પહાડી વિસ્તારમાં ઓછામાં ઓછા ત્રણ ગામો બનાવવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/