fbpx
રાષ્ટ્રીય

દક્ષિણ હૈતીમાં એક જ પરિવારના ૧૬ લોકોના મોતપડોશીઓએ ઝેરના કારણે પરિવારના મૃત્યુનો ભય વ્યક્ત કર્યો

કેરેબિયન દેશ હૈતીમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં એક પરિવારના ૧૬ લોકો શંકાસ્પદ સંજાેગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મામલો દક્ષિણ હૈતીના સેગુઈન શહેરનો છે. જે રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સથી ૪૮ કિલોમીટર દૂર છે. હાલમાં મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ રોઇટર્સના જણાવ્યા અનુસાર, પડોશીઓએ ઝેરના કારણે પરિવારના મૃત્યુનો ભય વ્યક્ત કર્યો છે. હૈતીના દક્ષિણપૂર્વ વિભાગના ઉચ્ચ અધિકારી જુડ પિયર મિશેલ લાફોન્ટેન્ટના જણાવ્યા અનુસાર, મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

ગ્લોબલ ઇનિશિયેટિવ અગેઇન્સ્ટ ટ્રાન્સનેશનલ ઓર્ગેનાઇઝ્‌ડ ક્રાઇમ અનુસાર, આ વિસ્તારમાં ઘણા ગુનાહિત જૂથો સક્રિય છે, જેઓ પૈસા માટે લોકોનું અપહરણ કરે છે અને ક્યારેક તેમની હત્યા પણ કરે છે. આ કેસની પણ તપાસ કરવામાં આવી રહી છે કે શું કોઈ ગેંગે પૈસાની લાલચમાં પરિવારના ૧૬ સભ્યોની હત્યા કરી હશે. કારણ કે હૈતી એક ગરીબ દેશ છે. હૈતીની વસ્તી લગભગ ૫ મિલિયન છે, પરંતુ લોકો માટે દિવસમાં બે સમયનું ભોજન પણ ખાવું મુશ્કેલ છે. કોલેરા જેવા રોગો સામાન્ય બની ગયા છે.

ગુનેગાર ટોળકી પૈસા માટે હત્યા જેવા ગુનાઓ કરતી રહે છે. જાે કે, ૧૬ લોકોના મૃત્યુના કિસ્સામાં, પોલીસને એવા કોઈ પુરાવા મળ્યા નથી કે જે સૂચવે છે કે કોઈ ગેંગે તેમની હત્યા કરી છે. તેમ છતાં પોલીસ દરેક એંગલથી કેસની તપાસ કરી રહી છે. ઘર સીલ કરી દેવામાં આવ્યું છે. ફોરેન્સિક ટીમ પણ પોતાની કામગીરી કરી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર હૈતીમાં સ્થિતિ સારી નથી. ગયા વર્ષે હૈતીમાં થયેલી હિંસામાં લગભગ ૫,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે સમયે, કેરેબિયન રાષ્ટ્રની સશસ્ત્ર પોલીસે પણ હિંસા રોકવા માટે સખત મહેનત કરવી પડી હતી. હૈતીની સ્થિતિ ૨૦૨૧ માં બગડવાની શરૂઆત થઈ, જ્યારે રાષ્ટ્રપતિ જાેવેનેલ મોઈસની તેમના ઘરમાં બેરિકેડમાં હત્યા કરવામાં આવી.

જેના કારણે દેશમાં અશાંતિ સર્જાઈ હતી. રાષ્ટ્રપતિની હત્યા લોકો માટે આઘાતજનક હતી. પરંતુ ગેંગોએ આને એક તક તરીકે જાેયું અને દેશને નિયંત્રિત કરવાનું શરૂ કર્યું. જેના કારણે દરરોજ અલગ-અલગ ગેંગના સભ્યો દેશના અલગ-અલગ ભાગોમાં આતંક મચાવતા રહે છે. દેશમાં લગભગ ૧૫૦ ગેંગ છે, જે રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સના નિયંત્રણ માટે એકબીજા સાથે લડી રહી છે. શેરીઓમાં લોહી વહેવું એ સામાન્ય બાબત બની ગઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/