fbpx
રાષ્ટ્રીય

PM મોદી ત્રણ રાજ્યોના પ્રવાસે રવાના, આજે પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિશન ૨૦૨૪માં વ્યસ્ત છે. ત્રણ રાજ્યોના પ્રવાસે ગયેલા પીએમ મોદી આજે પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસે છે. પીએમ મોદી પશ્ચિમ બંગાળ અને બિહારને કરોડોની ભેટ આપશે. ઁસ્ મોદી સવારે ૧૦.૩૦ વાગે નાદિયા જશે. કૃષ્ણનગરમાં ૧૫ હજાર કરોડના પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન કરશે. એકંદરે પીએમ પશ્ચિમ બંગાળને ૨૨ હજાર કરોડ રૂપિયાની ભેટ આપશે.

પશ્ચિમ બંગાળના બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારે કહ્યું છે કે પીએમ મોદી ૬ માર્ચે ઉત્તર ૨૪ પરગનાના બારાસતમાં રેલીને સંબોધિત કરવા માટે ફરીથી આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળથી સીધા બિહારના ઔરંગાબાદ જશે. ઁસ્ મોદી ઔરંગાબાદમાં રૂ. ૨૧ હજાર ૪૦૦ કરોડની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કરશે. તે ગંગા નદી પર ૬ લેન બ્રિજનો શિલાન્યાસ પણ કરશે, જેને પટના રિંગ રોડના એક ભાગ તરીકે વિકસાવવામાં આવશે. આ પુલ દેશના સૌથી લાંબા નદી પુલમાંથી એક હશે.

વડાપ્રધાન પટનામાં યુનિટી મોલનો શિલાન્યાસ પણ કરશે. ઁસ્ મોદી સાંજે ૫.૧૫ વાગ્યે બેગુસરાય પહોંચશે. અહીંથી પીએમ દેશભરમાં લગભગ ૧.૪૮ લાખ કરોડ રૂપિયાના તેલ અને ગેસ ક્ષેત્રના અનેક પ્રોજેક્ટ્‌સનું ઉદ્‌ઘાટન કરશે. આ સિવાય પીએમ મોદી દેશના ખેડૂતો માટે ‘૧૯૬૨ ફાર્મર્સ એપ’ પણ લોન્ચ કરશે. પીએમઓ અનુસાર, રાષ્ટ્રીય ડિજિટલ લાઇવસ્ટોક મિશન હેઠળ પશુધન પ્રાણીઓ માટે ડિજિટલ ડેટાબેઝ વિકસાવવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા વડાપ્રધાન સતત રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે. રાજ્યોને અબજાેની કિંમતની ભેટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે પ્રજાજનોમાં ગણગણાટ કરવામાં આવી રહ્યો છે.

તે જ સમયે, બિહારમાં એનડીએ સરકાર બન્યા બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના પ્રવાસે છે. લગભગ દોઢ વર્ષ બાદ મુખ્યમંત્રી નીતિશ કુમાર વડાપ્રધાન સાથે સ્ટેજ શેર કરશે. છેલ્લી વખત બંને ૧૨ જુલાઈ, ૨૦૨૨ ના રોજ બિહારમાં સાથે સ્ટેજ શેર કરતા જાેવા મળ્યા હતા. બિહાર વિધાનસભાના શતાબ્દી સમારોહમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રી એકસાથે જાેવા મળ્યા હતા.

મોદી આજે બિહારના ગયા એરપોર્ટ પહોંચશે, જ્યાં સીએમ નીતિશ કુમાર તેમનું સ્વાગત કરશે. ગયાથી જ મોદી અને નીતીશ હેલિકોપ્ટર દ્વારા ઔરંગાબાદ જવા રવાના થશે. ઔરંગાબાદમાં બેઠક કર્યા બાદ બંને એકસાથે બેગુસરાય જશે. ત્યારબાદ મોડી સાંજે મોદી પટના એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે. કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસ અને જીતન રામ માંઝી ઔરંગાબાદમાં હશે, જ્યારે ઉપેન્દ્ર કુશવાહ બેગુસરાયમાં વડાપ્રધાન સાથે મંચ પર હશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/