fbpx
રાષ્ટ્રીય

રામ લલ્લાના દરબારમાં ‘ગરુડદેવ’ પહોંચ્યા, વીડિયો થયો વાયરલ

અયોધ્યામાં બનેલા વિશાળ રામ મંદિરના અભિષેક બાદ શ્રદ્ધાળુઓની સંખ્યા વધી રહી છે. રામ લલ્લાના દરબારમાં માણસો ઉપરાંત પશુ-પક્ષીઓ પણ હાજરી આપે છે. થોડાં દિવસો પહેલા રામલલ્લાના મંદિરમાં એક વાંદરો જાેવા મળ્યો હતો. હવે મંદિરની આસપાસ એક પક્ષી ઉડતું જાેવા મળ્યું છે. આનો એક વીડિયો પણ વાયરલ થયો છે. આ પક્ષી બીજું કોઈ નહીં પણ ગરુડ છે. જે શ્રી રામની જન્મભૂમિમાં રહેલા બાળ રામના દરબારમાં ચક્કર મારતું જાેવા મળ્યું હતું. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોને ભારે ઉત્સુકતા સાથે જાેવામાં આવી રહ્યો છે.

એવું કહેવામાં આવ્યું હતું કે આ ઘટના એક અઠવાડિયા પહેલા બની હતી, જ્યારે બપોરે એક પક્ષી (ગરુડ) અચાનક ગર્ભગૃહની ઉપર મંડરાતું દેખાયું હતું. જેના કારણે સુરક્ષા દળો ગભરાઈ ગયા હતા. એવી આશંકા હતી કે કોઈએ ચિપ ઈમ્પ્લાન્ટ કરીને મોકલી હશે. જેના કારણે સુરક્ષાકર્મીઓ કલાકો સુધી પક્ષીને બહાર કાઢવાનો પ્રયાસ કરતા રહ્યા. તેની આશંકા પાયાવિહોણી સાબિત થઈ જ્યારે તે મોડી રાત્રે પોતાની જાતે જ બહાર નીકળી ગયું હતું. આ વાયરલ વીડિયોની તપાસ દરમિયાન રામ મંદિરના સહાયક પૂજારી સંતોષ કુમાર તિવારીએ જણાવ્યું કે, તે ગરુણ દેવની જ પ્રજાતિનું ગરુડ પક્ષી હતું.

એવું કહેવામાં આવ્યું હતું કે તે ઉત્તર દ્વારથી મંદિરમાં પ્રવેશી, પહેલા ગુઢી મંડપની આસપાસ પરિક્રમા કરી અને પછી સીધા ગર્ભગૃહમાં પ્રવેશ્યું હતું. જણાવવામાં આવ્યું કે તે અંદર પ્રવેશતાની સાથે જ ઝ્રઇઁહ્લ જવાન ગભરાઈ ગયા હતા. તેમણે વધુ વીડિયો બનાવ્યા. આ સમય દરમિયાન મંદિરમાં હાજર અન્ય લોકોએ પણ પક્ષી ફરતા હોવાનો વીડિયો બનાવ્યો હતો. સુરક્ષા દળોએ આ પક્ષીને હટાવવા માટે ઘણી મહેનત કરી પરંતુ તે ઉપર બેઠું રહ્યું. એવું કહેવામાં આવ્યું હતું કે રાત્રે શયન આરતી પછી તે મંદિરના દરવાજા બંધ થાય તે પહેલાં જ પોતાની મેળે જ બહાર નીકળી ગયું હતું.

૨૨ જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના બીજા જ દિવસે રામલલ્લાના મંદિરમાં એક વિચિત્ર ઘટના બની હતી. જેને જાેઈને ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓથી લઈને મંદિર ટ્રસ્ટના અધિકારીઓ અને પૂજારીઓ પણ ચોંકી ગયા હતા. વાસ્તવમાં સાંજની આરતી પહેલા એક વાનર ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિ પાસે પહોંચી ગયો હતો. બધાએ વિચાર્યું કે તે ભગવાનની મૂર્તિને નુકસાન પહોંચાડશે, પરંતુ તે તેમની સામે જાેતો રહ્યો અને ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો હતો. મંદિર ટ્રસ્ટે આ સમગ્ર ઘટનાની માહિતી તેના ઓફિશિયલ ઠ હેન્ડલ પર આપી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/