fbpx
રાષ્ટ્રીય

દિલ્હીના સીલમપુર વિસ્તારમાં ફાયરિંગ, એકનું મોત, અન્યની હાલત ગંભીર

દિલ્હીના સીલમપુર વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. શનિવારે રાત્રે લગભગ ૦૮ઃ૪૫ વાગ્યે સીલમપુરના બ્રહ્મપુરી પુલિયા પાસે બે લોકોને ગોળી મારી દેવામાં આવી હતી. ફાયરિંગની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલ વ્યક્તિને તાત્કાલિક જીટીબી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ મામલાની માહિતી આપતા ઉત્તર પૂર્વ દિલ્હીના ડીસીપી જાેય તિર્કીએ જણાવ્યું કે આ ઘટના લગભગ રાત્રે ૮.૪૫ કલાકે બની હતી. સીલમપુર વિસ્તારમાં બે છોકરાઓ આબિદ અને અરબાઝને ગોળી મારી દેવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ બે છોકરાઓમાંથી એક અરબાઝનું મૃત્યુ થયું છે. બીજા છોકરા આબિદને હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે.

કેસની તપાસ ચાલી રહી છે.તેમણે જણાવ્યું કે ફોરેન્સિક ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ઘટના સ્થળેથી ૧૦ ખાલી શેલ (૭.૬૫ દ્બદ્બ) જપ્ત કરવામાં આવ્યા હતા. જાેય તિર્કીએ કહ્યું કે હત્યા, હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટના કેસ નોંધવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે અરબાઝ અને આબિદના રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે અને તેની સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે હુમલાખોરોની ઓળખ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/