fbpx
રાષ્ટ્રીય

દુબઈના મોટા ઉદ્યોગપતિ સઈદ જુમા અલ નબુદાહનું નિધન

દુબઈના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક સઈદ જુમા અલ નબુદાહનું બુધવારે અવસાન થયું. સઈદ અલ નબુદાહ દુબઈની સૌથી પ્રખ્યાત વ્યક્તિઓમાંની એક હતી, જે શેખ ઝાયેદ બિન સુલતાન અલ નાહયાન અને શેખ રશીદ બિન સઈદ અલ મકતુમના વારસા સાથે જાેડાયેલી હતી. દુબઈના વિકાસમાં સઈદનું મહત્વનું યોગદાન રહ્યું છે, તે દુબઈના એવા પરિવારોમાંનો એક હતો, જેમણે દુબઈને રેતાળ ગરમ દેશમાંથી વિશ્વના મોંઘા અને અપાર સંભવિત દેશોની યાદીમાં લાવ્યા છે. સઈદ મોહમ્મદ અલ નબુદાહ ગ્રુપના અધ્યક્ષ અને દુબઈ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ અધ્યક્ષ છે.

જ્યારે દુબઈમાં રેતી સિવાય કંઈ દેખાતું ન હતું, ત્યારે લોકો પશુપાલન કરીને અને ખજૂરનો વેપાર કરીને જીવનનિર્વાહ કમાતા હતા. તે સમયે, ૧૯૫૮ માં, સઈદે તેના ભાઈ મોહમ્મદ સાથે મળીને અલ-નબુદાહ ગ્રુપનો પાયો નાખ્યો હતો. આજે આ જૂથની દુબઈમાં ૧૫ થી વધુ કંપનીઓ છે અને તેણે દુબઈના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. આ સિવાય સઈદને ૧૯૭૨ થી ૧૯૭૮ દરમિયાન ફેડરલ નેશનલ કાઉન્સિલ (હ્લદ્ગઝ્ર)માં તેમની સેવાઓ માટે પણ યાદ કરવામાં આવે છે. ૧૯૮૨માં તેમણે બાઈ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની જવાબદારી સંભાળી. આ સમયગાળા દરમિયાન આ ચેમ્બરે ઘણા રેકોર્ડ બનાવ્યા.
ફોર્બ્સ મિડલ ઈસ્ટના રિપોર્ટ અનુસાર, સઈદનો પરિવાર ‘અલ નબૂદાહ’ દુબઈના ૨૧ સૌથી ધનિક પરિવારોમાંનો એક છે. અલ નબુદાહ કન્સ્ટ્રક્શન ગ્રુપ લગભગ ૧૪ હજાર લોકોને રોજગારી આપે છે.

અલ નબુદાહની વેબસાઈટ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ જૂથમાં કામ કરનારા લોકો ૪૭ અલગ-અલગ દેશોના છે. અલ નબૂદા ગ્રૂપનો મુખ્ય વ્યવસાય બાંધકામ, ઓટોમોટિવ, પરિવહન, મુસાફરી, પાવર, કૃષિ, સ્માર્ટ સિટી, રિયલ એસ્ટેટ વગેરે જેવા ક્ષેત્રોમાં ફેલાયેલો છે.

અલ નબુદાહ કન્સ્ટ્રક્શને ેંછઈમાં ઘણા મોટા પ્રોજેક્ટ્‌સ પર કામ કર્યું છે. તેમાં પામ જુમેરાહ, બિઝનેસ બે, યાસ આઇલેન્ડ, દુબઇ વોટર કેનાલ પ્રોજેક્ટ, દુબઇ એરપોર્ટ, દુબઇ વર્લ્ડ સેન્ટ્રલ અને એક્સ્પો ૨૦૨૦નો સમાવેશ થાય છે. તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને, ૨૦૧૭ માં સરકારે તેમને ‘ેંછઈ પાયોનિયર’ એવોર્ડથી સન્માનિત કર્યા. સઈદ જુમા અલ નબુદાહના જનાજાની નમાજ ગુરૂવારે બપોરની નમાજ બાદ અદા કરવામાં આવશે. અલ ખાવનીજ વિસ્તારમાં ગુરુવાર સાંજથી આગામી ત્રણ દિવસ એટલે કે રવિવાર સુધી શોકનો માહોલ રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/