fbpx
રાષ્ટ્રીય

ઇસ્લામિક જકાત ૨૦૨૩ માં ૨૩ દેશોમાં લગભગ ૨ મિલિયન શરણાર્થીઓ અને વિસ્થાપિત લોકો માટે જકાતમાં રેકોર્ડ ઇં ૪૬ મિલિયન એકત્ર કરશે

ઇસ્લામિક જકાત (ગરીબોને આપવામાં આવતી ચેરિટી) ૨૦૨૩માં ૨૩ દેશોમાં લગભગ ૨ મિલિયન શરણાર્થીઓ અને વિસ્થાપિત લોકોને જકાતમાં રેકોર્ડ ઇં૪૬ મિલિયન પ્રદાન કરી શકે છે, આ અઠવાડિયે શરણાર્થીઓ માટેની યુએન એજન્સી ેંદ્ગૐઝ્રઇ દ્વારા બહાર પાડવામાં આવેલ અહેવાલ દર્શાવે છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે જકાતમાં ૨૦ ટકાનો વધારો જાેવા મળ્યો છે. ેંદ્ગૐઝ્રઇએ સોમવારે એક રિપોર્ટ જાહેર કર્યો જેમાં જણાવવામાં આવ્યું કે આ વખતે જકાત ઇં૪૬ મિલિયન સુધી પહોંચી ગઈ છે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે જકાતમાં ૨૦ ટકાનો વધારો થયો છે. જેની મદદથી ૨૩ દેશોમાં રહેતા શરણાર્થીઓને મદદ કરવામાં આવશે. આ જકાતનો સૌથી વધુ ફાયદો લેબનોન, સીરિયા અને યમનને થશે. તમને જણાવી દઈએ કે, આ ત્રણ દેશો જકાત અને સદકાહ દ્વારા આપવામાં આવેલા આ દાનના પ્રાથમિક લાભાર્થી તરીકે ઉભરી આવ્યા છે.

લેબનોન સૌથી વધુ શરણાર્થીઓની વસ્તીને હોસ્ટ કરવા માટે વૈશ્વિક સ્તરે ઓળખાય છે. સીરિયામાં વર્તમાન કટોકટીએ ૧૨ મિલિયનથી વધુ લોકોને તેમના ઘરોમાંથી વિસ્થાપિત કર્યા છે. આ દરમિયાન યમન પણ ગંભીર માનવતાવાદી સંકટનો સામનો કરી રહ્યું છે. જકાતમાં, યમનને ૨૦૨૩માં ઇં૫,૭૫૫,૭૬૪ અને લેબનોનને ઇં૫,૬૪૦,૨૫૬ મળ્યા. સીરિયાને સૌથી વધુ સદકાહ મળ્યા, સીરિયાને ૨૦૨૩માં ઇં૮,૬૧૨,૧૭૦ સદકાહ મળ્યા. સંયુક્ત રાષ્ટ્રના હાઈ કમિશનર ફિલિપો ગ્રાન્ડીએ કહ્યું કે રમઝાન મહિનો ખુશીનો મહિનો છે જે પરિવાર સાથે ઉજવવામાં આવે છે. છતાં, વિશ્વભરમાં વધતી હિંસાએ લાખો પરિવારોને આવી તકોથી વંચિત કરી દીધા છે. તેમણે કહ્યું કે હું લાખો સુદાનના શરણાર્થીઓ વિશે વિચારું છું જેઓ ઘરથી દૂર રમઝાન ઉજવવા મજબૂર છે. તેણે એમ પણ કહ્યું કે હું યમન, સીરિયન, અફઘાન, રોહિંગ્યા અને અન્ય શરણાર્થીઓની દુર્દશા વિશે પણ વિચારું છું. ેંદ્ગૐઝ્રઇએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે આ વર્ષે બળજબરીથી વિસ્થાપિત થયેલા લોકોની રેકોર્ડ સંખ્યા જાેવા મળી રહી છે, જે ૧૧૪ મિલિયનથી વધુ છે. જે વૈશ્વિક વસ્તીના ૧% કરતા વધુ છે. ઇસ્લામિક જકાત દ્વારા એકત્રિત કરાયેલા નાણાં આ સંકટના સમયમાં લાખો શરણાર્થીઓ અને વિસ્થાપિત લોકોને મદદ કરી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/