fbpx
રાષ્ટ્રીય

PM નરેન્દ્ર મોદી ભૂટાનની મુલાકાતેવડા પ્રધાન શેરિંગ તોબગે ઉષ્માભર્યું સ્વાગત કર્યું

પીએમ નરેન્દ્ર મોદી ભૂટાનના પ્રવાસે છે. આજે સવારે પારો એરપોર્ટ પર ઁસ્ મોદીનું ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગે દ્વારા ઉષ્માભર્યા આલિંગન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તાજેતરમાં દશો શેરિંગ તોબગે પણ ૧૪-૧૮ માર્ચ દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારતે પણ ભૂટાનના પીએમને વિશેષ આતિથ્ય આપ્યું.હવે જ્યારે પીએમ મોદી ભૂટાન પહોંચી ગયા છે ત્યારે ત્યાંના લોકોનો પીએમ મોદી માટેનો ઉત્સાહ જાેવા જેવો છે.

વડાપ્રધાનના સ્વાગત માટે ૪૫ કિલોમીટરના લાંબા અંતરના પારો એરપોર્ટથી રાજધાની થિમ્પુ સુધીના રસ્તાની બંને બાજુ લોકો લાઈનમાં ઉભા જાેવા મળ્યા હતા. પીએમને આવકારવા તમામ ઉંમરના નાગરિકો ભૂટાનના રસ્તાઓ પર જાેવા મળ્યા હતા. રાજધાની થિમ્પુ પહોંચ્યા બાદ પીએમ મોદી રસ્તામાં ઉભેલા લોકોને મળ્યા અને ત્યાં હાજર બાળકો સાથે પણ વાત કરી.

પીએમ મોદી અગાઉ ૨૦૧૯માં ભૂટાનની મુલાકાતે ગયા હતા. આ પ્રવાસ દરમિયાન ભારત અને ભૂટાન વચ્ચે ઘણા કરારો થયા હતા. જેમાં આર્થિક સહયોગ અને કનેક્ટિવિટી જેવા મોટા દ્વિપક્ષીય પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં, ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગેએ ભારતની મુલાકાત લીધી હતી, જેમાં તેમણે ભારત સાથેના આર્થિક સંબંધો તેમજ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા બંને દેશોની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન ૨૩ માર્ચ સુધી ભૂટાનમાં રહેશે, આ દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા કરાર થવાની આશા છે.

ભારત અને ભૂટાન પરસ્પર વિશ્વાસ, વિકાસ અને સહકાર સાથેના પરસ્પર સંબંધો વહેંચે છે. બંને દેશો વચ્ચે ઔપચારિક રાજદ્વારી સંબંધો ૧૯૬૮માં સ્થાપિત થયા હતા, જેનો શિલાન્યાસ ૧૯૪૯માં કરવામાં આવ્યો હતો. પાછળથી ફેબ્રુઆરી ૨૦૦૭માં તેને એક નવું પરિમાણ આપવામાં આવ્યું. ભૂટાનનો સૌથી મોટો વેપાર ભાગીદાર હોવા ઉપરાંત, ભારત એક મોટો સાથી પણ છે. ભારત ભૂતાનના વિકાસ માટે ભૂતાનમાં અનેક પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/