fbpx
રાષ્ટ્રીય

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસએ વધુ એક યાદી બહાર પાડી, ૩ ઉમેદવારોના નામ જાહેર કરાયા

કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે વધુ એક યાદી બહાર પાડી છે. યાદીમાં કુલ ત્રણ ઉમેદવારોના નામ સામેલ છે. આ યાદીમાં કોંગ્રેસે હવે જયપુર સીટ માટે પહેલાથી જ ઘોષિત ઉમેદવાર સુનીલ શર્માના સ્થાને પૂર્વ મંત્રી પ્રતાપ સિંહ ખાચરીયાવાસને ટિકિટ આપી છે. આ સિવાય પાર્ટીએ મહારાષ્ટ્રની ચંદ્રપુર સીટથી પ્રતિભા સુરેશ ધાનોરકર અને રાજસ્થાનની દૌસા (જી્‌) સીટ પરથી મુરલી લાલ મીણાને ટિકિટ આપી છે. વાસ્તવમાં જયપુર સીટ માટે પહેલાથી જ જાહેર કરાયેલા ઉમેદવાર સુનીલ શર્માને લઈને પાર્ટીની અંદર વિરોધની સ્થિતિ ઉભી થઈ ગઈ હતી. શર્મા પર કોંગ્રેસની ટીકા કરવા માટે જાણીતી યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલા હોવાનો આરોપ છે. જે સમયે કોંગ્રેસ પાર્ટીએ સુનીલ શર્માને પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા તે સમયે પાર્ટીના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે પણ ઈશારા દ્વારા પાર્ટી પર નિશાન સાધ્યું હતું.

જાે કે, ટિકિટ બાદ યુટ્યુબ ચેનલ સાથે જાેડાવાની ચર્ચાએ જાેર પકડ્યું કે તરત જ સુનીલ શર્મા દ્વારા સ્પષ્ટતા પણ કરવામાં આવી. સુનીલ શર્માએ કહ્યું હતું કે તેમને આ ચેનલ સાથે કોઈ લેવાદેવા નથી. મને ઘણી વખત ઘણી ચેનલો અને યુટ્યુબ ચેનલો પર ચર્ચામાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે. વિરોધને જાેતા પાર્ટીએ સુનીલ શર્માના સ્થાને પૂર્વ મંત્રીને મેદાનમાં ઉતાર્યા છે. પ્રતાપ સિંહ ખાચરિયાવાસ અગાઉની અશોક ગેહલોત સરકારમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી હતા. આ પહેલા તેઓ પરિવહન મંત્રી પદ પણ સંભાળી ચુક્યા છે. ૨૦૧૮ની રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ જયપુર સિવિલ લાઈન્સથી પ્રતાપ સિંહને ટિકિટ આપી હતી અને તેઓ જીત્યા પણ હતા. જાે કે, ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં, કોંગ્રેસે ફરીથી પ્રતાપ સિંહને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ આ વખતે તેઓ પક્ષની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/