fbpx
રાષ્ટ્રીય

ચીની નાગરિકો સુરક્ષા નિયમોનું પાલન કરવા માંગતા નથી : મરિયમ નવાઝ

પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે શુક્રવારે કહ્યું કે પાકિસ્તાનમાં ચીનના નાગરિકોને જ્યારે સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાનું કહેવામાં આવે છે ત્યારે તેઓ ગુસ્સે થઈ જાય છે. તમને જણાવી દઈએ કે, એક અઠવાડિયા પહેલા અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આત્મઘાતી હુમલામાં માર્યા ગયેલા છ લોકોમાં પાંચ ચીની એન્જિનિયરો પણ સામેલ હતા. પાકિસ્તાનના ત્રણ વખતના વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમે અહીં પોતાની પ્રથમ ટોચની સમિતિની બેઠકમાં કહ્યું હતું કે અહીં રહેતા ચીની નાગરિકો સુરક્ષા નિયમોનું પાલન કરવા માંગતા નથી. મરિયમે વધુમાં કહ્યું કે, જ્યારે તેમને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાનું કહેવામાં આવે છે, ત્યારે તેઓ ગુસ્સે થઈ જાય છે.

તેઓ કોઈ શિસ્તનું પાલન કરવા માંગતા નથી. લાહોર કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ સૈયદ આમિર રઝા અને અન્ય વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ પણ એક બેઠકમાં હાજરી આપી હતી. જાેકે, મરિયમે પંજાબમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ચીની નાગરિકોને મજબૂત સુરક્ષા આપવાનું વચન આપ્યું હતું. બેઠકમાં ચીની એન્જિનિયરની હત્યાની ઘટનાની પણ નિંદા કરવામાં આવી હતી. જાણકારી માટે તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ પાકિસ્તાનમાં ઘણા હુમલા થયા છે. જેના કારણે ચીનના કામદારો અને ચીની કંપનીઓ સુરક્ષિત અનુભવી રહી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીનની ઘણી કંપનીઓ પાકિસ્તાન છોડવા માંગે છે. ગયા અઠવાડિયે, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના શાંગલા જિલ્લાના બિશામ શહેરમાં બસ પર આત્મઘાતી હુમલામાં વાહનના પાકિસ્તાની ડ્રાઈવર અને પાંચ ચીની એન્જિનિયરોના મોત થયા હતા. મરિયમ (૫૦)એ કહ્યું કે આતંકવાદે કઠિન યુદ્ધનું સ્વરૂપ લીધું છે. તેમણે કહ્યું, આતંકવાદીઓ ડિજિટલ થઈ ગયા છે અને આપણે આવા પ્લેટફોર્મ પર તેમનાથી આગળ રહેવાની જરૂર છે. આ સિવાય આતંકીઓ પાસે અદ્યતન હથિયારો અને ટેક્નોલોજી છે તેમની પાસે અમેરિકન હથિયારો છે, જે તેમને અફઘાનિસ્તાનમાં મળ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/