fbpx
રાષ્ટ્રીય

ડ્રોન હુમલામાં યુક્રેનના સૌથી મોટા પાવર પ્લાન્ટ નષ્ટ, અન્ય ઇમારતોને પણ નુકસાન

રશિયા દ્વારા કરવામાં આવેલા એક મોટા મિસાઇલ અને ડ્રોન હુમલામાં યુક્રેનના સૌથી મોટા પાવર પ્લાન્ટ્‌સમાંથી એકનો નાશ થયો છે અને અન્ય ઇમારતોને પણ નુકસાન થયું છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી. રશિયાએ પાવર પ્લાન્ટ્‌સને ટાર્ગેટ કરીને તેમના પર હુમલો કરવાનું અભિયાન શરૂ કર્યું છે, જેના અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કિવ, ચેરકાસી અને ઝાયટોમીર પ્રદેશોમાં વીજળી સપ્લાય કરતા સૌથી મોટા પાવર પ્લાન્ટ ટ્રિપિલ્સ્કા પર ઘણી વખત હુમલો કરવામાં આવ્યો હતો,

જેમાં ટ્રાન્સફોર્મર્સ અને જનરેટરનો નાશ થયો હતો અને પ્લાન્ટને આગ લગાડવામાં આવી હતી. રશિયાના વિશેષ દળોએ ગુરુવારે એન્કાઉન્ટર દરમિયાન દેશના દક્ષિણ ભાગમાં આતંકવાદી હુમલાની યોજના ઘડી રહેલા બે લોકોને ઠાર માર્યા હતા. રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી સમિતિએ જણાવ્યું હતું કે શંકાસ્પદ લોકો માટે કબાર્ડિનો-બાલ્કારિયા પ્રજાસત્તાકની રાજધાની નલચિકની બહારના ભાગમાં નાકાબંધી ગોઠવવામાં આવી હતી. તેઓએ ફેડરલ સિક્યુરિટી સર્વિસના વિશેષ દળો પર ગોળીબાર કર્યો, એમ તેમણે જણાવ્યું હતું. કમિટીએ એ જણાવ્યું નથી કે શંકાસ્પદો કઈ પ્રવૃત્તિઓને અંજામ આપવાનું આયોજન કરી રહ્યા હતા. ૨૨ માર્ચે મોસ્કોમાં એક કોન્સર્ટ હોલ પર બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ૧૪૫ લોકો માર્યા ગયા હતા. આ ગોળીબાર આ ઘટનાને લઈને વધી રહેલી સુરક્ષાની ચિંતા વચ્ચે થયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/