fbpx
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે ૩૦ સપ્તાહની પ્રેગનન્ટ બળાત્કારની સગીર પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી

સુપ્રીમ કોર્ટે બળાત્કાર પીડિતાના ગર્ભપાત મામલે એક ખુબજ મહત્વનો ચુકાદો આપ્યો છે કે સગીર બળાત્કાર પીડિતાનો ગર્ભપાત થશે. દેશની સર્વોચ કોર્ટે સગીર પીડિતાને ૩૦મા સપ્તાહમાં ગર્ભપાત કરાવવાની પરવાનગી આપી છે. કોર્ટે કહ્યું કે આ બળાત્કારનો મામલો છે અને પીડિતા ૧૪ વર્ષની છે. આ અસાધારણ કેસને ધ્યાનમાં રાખીને, ગર્ભપાતની મંજૂરી છે.
સી. જે. આઈ ડી. વાય ચંદ્રચુડની બેન્ચે હોસ્પિટલનો મેડિકલ રિપોર્ટ જોયા બાદ આ ર્નિણય આપ્યો છે. મુંબઈની હોસ્પિટલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સગીરનો ગર્ભપાત કરાવવો જોઈએ. વાસ્તવમાં મહારાષ્ટ્રની ૧૪ વર્ષની રેપ પીડિતાએ સુપ્રીમ કોર્ટ પાસે ગર્ભપાતની પરવાનગી માગી હતી. કોર્ટે શુક્રવારે ૧૯ એપ્રિલે સાંજે ૪.૩૦ કલાકે આ મામલે તાકીદની સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે પીડિતાની મેડિકલ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. પીડિતાને મહારાષ્ટ્રની એક હોસ્પિટલમાં તબીબી તપાસ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેથી તે સ્પષ્ટ થઈ શકે કે ગર્ભપાતની શારીરિક અને માનસિક રીતે સગીર પર શું અસર પડશે.

સી. જે. આઈ ડી. વાય ચંદ્રચુડ અને જસ્ટિસ જે. બી પારડીવાલાની બેન્ચે આ મામલે વિશેષ સુનાવણી કરી હતી. આ મામલે બેન્ચને મદદ કરવા માટે છજીય્ ઐશ્વર્યા ભાટી પણ હાજર હતા. સગીરની માતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં બોમ્બે હાઈકોર્ટના ૪ એપ્રિલ, ૨૦૨૪ના આદેશને પડકારવામાં આવ્યો હતો. જેમાં બોમ્બે હાઈકોર્ટે સગીરને ગર્ભપાતની પરવાનગી આપી ન હતી. આ કેસમાં આઈપીસીની કલમ ૩૭૬ અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/