fbpx
રાષ્ટ્રીય

સંદેશખાલીમાં ૧૨ કલાક સુધી ઓપરેશન, દરોડા દરમિયાન પોલીસ રિવોલ્વર અને વિદેશી બનાવટના હથિયારોનો જથ્થો મળી આવ્યો

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં જુદા જુદા સ્થળોએ દરોડા દરમિયાન પોલીસ રિવોલ્વર અને વિદેશી બનાવટના હથિયારો સહિત શસ્ત્રો અને દારૂગોળોનો વિશાળ જથ્થો જપ્ત કર્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ઈડ્ઢના ગુમ થયેલા દસ્તાવેજાે પણ મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હથિયારો મળી આવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપે એકબીજા પર આક્ષેપો અને વળતા આક્ષેપો કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખના સમર્થકો દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ)ની ટીમ પર હુમલાની ઘટનાના સંદર્ભમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઝ્રમ્ૈં, બોમ્બ નિકાલ ટુકડી, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (દ્ગજીય્), કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને પશ્ચિમ બંગાળ પોલીસની એક ટીમે ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં સુંદરવનના કિનારે આવેલા એક ગામમાં દરોડા પાડ્યા હતા. સીબીઆઈના પ્રવક્તાએ કહ્યું, “આ કેસની તપાસ દરમિયાન, માહિતી મળી હતી કે ઈડ્ઢ ટીમ પાસેથી ખોવાયેલો સામાન અને અન્ય વસ્તુઓ ઉત્તર ૨૪ પરગનાના સંદેશખાલીમાં શેખના નજીકના મિત્રના ઘરે છુપાવવામાં આવી શકે છે. આ પછી, સીબીઆઈની ટીમે સીઆરપીએફના જવાનો સાથે સંદેશખાલીમાં બે સ્થળોએ દરોડા પાડ્યા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓપરેશનમાં વિદેશી બનાવટની રિવોલ્વર સહિત મોટી માત્રામાં નાના હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.

પ્રવક્તાએ કહ્યું કે દરોડા દરમિયાન સીબીઆઈએ ત્રણ વિદેશી બનાવટની રિવોલ્વર અને એક પિસ્તોલ, એક ભારતીય બનાવટની રિવોલ્વર, એક પોલીસ રિવોલ્વર, એક દેશી બનાવટની પિસ્તોલ, પોઈન્ટ ૪૫ કેલિબરના ૫૦ કારતુસ, ૯ એમએમના ૧૨૦ કારતૂસ, પોઈન્ટ ૩૮૦ના ૫૦ કારતૂસ જપ્ત કર્યા છે. કેલિબર અને પોઈન્ટ ૩૨ કેલિબરના ૮ કારતુસ મળી આવ્યા હતા. સીબીઆઈના પ્રવક્તાએ પોતાના નિવેદનમાં કહ્યું કે આ સિવાય શાહજહાં સાથે સંબંધિત અનેક કાર્યવાહીને યોગ્ય દસ્તાવેજાે પણ મળી આવ્યા છે. કેટલીક વસ્તુઓ પણ મળી આવી છે, જે દેશી બનાવટના બોમ્બ હોવાની શંકા છે. એનએસજી ટીમ દ્વારા તેમને તટસ્થ કરવામાં આવી રહ્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, લક્ષિત સ્થળો પર દરોડા પાડવા માટે સમગ્ર સંદેશખાલીમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે દ્ગજીય્ એકમોને ઓપરેશન દરમિયાન મળી આવેલા વિસ્ફોટકોને હેન્ડલ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળ પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (દ્ગજીય્) સહિત કેન્દ્રીય દળોની મદદથી સીબીઆઈ અધિકારીઓની પાંચ ટીમોએ ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના સંદેશખાલી વિસ્તારમાં સરબેરિયામાં એક ઘર પર દરોડા પાડ્યા. અધિકારીએ કહ્યું કે અમને મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકોનો સંગ્રહ કરવાની ગુપ્ત માહિતી મળી હતી. સીબીઆઈ સૂત્રોએ જણાવ્યું કે ઘરનો માલિક શાહજહાં શેખનો સંબંધી છે,

જેની ઓળખ અબુ તાલિબ મુલ્લા તરીકે થઈ છે. તેણે વધુમાં કહ્યું કે, ‘હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આટલી મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટક સામગ્રી ઘરની અંદર શા માટે રાખવામાં આવી હતી.’ માછલી ઉછેર માટે ઉપયોગમાં લેવાતા જળાશયોની વચ્ચે સ્થિત ઘરને સુરક્ષા દળોએ ઘેરી લીધું હતું. કેન્દ્રીય દળોએ ઘરની બહાર મેટલ ડિટેક્ટરનો ઉપયોગ કરીને તપાસ કરી કે કોઈ હથિયાર અને દારૂગોળો બીજે ક્યાંય દફનાવવામાં આવ્યો છે કે કેમ. આ કામ માટે રોબોટિક ડિવાઈસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ પર ૫ જાન્યુઆરીએ સંદેશખાલીમાં હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તે કથિત રાશન કૌભાંડના સંબંધમાં શેખના પરિસરમાં દરોડા પાડવા ગઈ હતી. શેખની પશ્ચિમ બંગાળ પોલીસે ૨૯ ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. લગભગ ૧,૦૦૦ લોકોના ટોળા દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈડ્ઢના ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/