fbpx
રાષ્ટ્રીય

જાતીય શોષણ મામલે બ્રિજભૂષણ સિંહને કોર્ટનો મોટો ઝટકો

મહિલા રેસલર્સના કથિત યૌન ઉત્પીડનના મામલામાં કોર્ટે નવેસરથી તપાસની અરજી ફગાવીભારતીય કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહને મહિલા કુસ્તી બાજાે સાથે જાતીય સતામણીના મામલામાં મોટો આંચકો લાગ્યો છે. કોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે, જેમાં બ્રિજ ભૂષણે યૌન શોષણ કેસમાં નવેસરથી તપાસ કરાવવાની માંગ કરી હતી. તેણે દાવો કર્યો હતો કે ઘટનાના દિવસે તે દેશમાં ન હતો. જાે કે, તેને રાઉઝ એવન્યુ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પ્રિયંકા રાજપૂતની કોર્ટમાંથી આંચકો લાગ્યો હતો. હવે કોર્ટ યૌન શોષણ કેસમાં આરોપ નક્કી કરવા માટે ૭ મેના રોજ સુનાવણી કરશે.

મળતી માહિતી મુજબ બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા કુસ્તીબાજાેને જાતીય સતામણીનો આરોપ લાગ્યો હતો જે બાદ સમગ્ર મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આજે બ્રિજભૂષણ કોર્ટમાં હાજર થયા હતા. રાઉઝ એવન્યુ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પ્રિયંકા રાજપૂતે અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે કેસના તપાસ અધિકારીને પૂછ્યું કે શું આરોપીનું ઝ્રડ્ઢઇ ભરોસાપાત્ર દસ્તાવેજ છે કે અવિશ્વસનીય દસ્તાવેજ? તપાસ અધિકારીએ કહ્યું કે તે અવિશ્વસનીય છે. કોર્ટે કહ્યું કે તો પછી ચાર્જશીટમાં કેમ લખ્યું?

બ્રિજ ભૂષણ સિંહના વકીલે ૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ ઉહ્લૈં ઓફિસમાં તેમની હાજરી અંગે તપાસની માંગ કરી હતી. તેણે કોર્ટમાં બ્રિજભૂષણના પાસપોર્ટની કોપી આપી, જેના પર તે તારીખે ઈમિગ્રેશન સ્ટેમ્પ છે. મહિલા કુસ્તીબાજાેના વકીલે કોર્ટમાં બ્રિજ ભૂષણની આ અરજી સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આ અરજી કેસમાં વિલંબ કરવા માટે દાખલ કરવામાં આવી છે. કોર્ટે કહ્યું કે ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાંથી પરત ફર્યા બાદ ઉહ્લૈં દિલ્હી ઓફિસમાં તેણીને જાતીય સતામણી કરવામાં આવી હતી. ફરિયાદ પક્ષે તે તારીખે ઝ્રડ્ઢઇની નકલ રજૂ કરી નથી. આ મુદ્દો ઉઠાવતા બ્રિજ ભૂષણના વકીલે કહ્યું કે જાે આરોપી પક્ષ પાસે ઝ્રડ્ઢઇ રિપોર્ટ છે તો તેને હવે આપવો જાેઈએ.

બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સિવાય ઘણી મહિલા રેસલર્સે બ્રિજ ભૂષણ સિંહ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. સાત કુસ્તીબાજાેએ તેમની સામે જાતીય શોષણના બે કેસ દાખલ કર્યા હતા, જેમાંથી એક સગીર મહિલા કુસ્તીબાજ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેણીએ પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું. આ સિવાય અન્ય કુસ્તીબાજાેની ફરિયાદ પર બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ કલમ ૩૫૪, ૩૫૪છ અને ડ્ઢ હેઠળ ૧૦૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/