fbpx
રાષ્ટ્રીય

શુષ્ક હવામાનને કારણે આગ વધુ ફેલાઈઉત્તરાખંડમાં જંગલની આગ ભયાનક બની, મુખ્યમંત્રી ધામી એ યોજી સમીક્ષા બેઠક

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં જંગલમાં આગ ફેલાઈ રહી છે. મસૂરી ફોરેસ્ટ ડિવિઝનના આરક્ષિત જંગલોમાં પણ જંગલો બળી રહ્યા છે. શુષ્ક હવામાનને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે ટ્ઠહી ભયાનક બની રહી છે. ફોરેસ્ટ વિભાગ આર્મીની મદદથી આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. તોફાની તત્વો પણ વન વિભાગની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં જંગલમાં આગ લગાડવા બદલ વન સંરક્ષણ અધિનિયમ અને વન ગુના હેઠળ ૩૫૦ કેસ નોંધાયા છે. જેમાં અજાણ્યા સામે ૨૯૦ અને જાણીતા વ્યક્તિઓ સામે ૬૦ કેસ દાખલ કરવામાં આવ્યા છે.

તેમજ અત્યાર સુધીમાં જંગલમાં આગ લગાડવા બદલ કુલ ૫૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા હેડક્વાર્ટરમાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જંગલમાં લાગેલી આગ વિશે માહિતી આપવા માટે નંબર પણ જારી કરવામાં આવ્યા છે. તમે ૧૮૦૦૧૮૦૪૧૪૧, ૦૧૩૫૨૭૪૪૫૫૮ પર કૉલ કરી શકો છો. તમે ૯૩૮૯૩૩૭૪૮૮ અને ૭૬૬૮૩૦૪૭૮૮ પર ઉરટ્ઠંજછॅॅ દ્વારા પણ જાણ કરી શકો છો. આ સિવાય તમે સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દેહરાદૂનને ૯૫૫૭૪૪૪૪૮૬ અને હેલ્પલાઈન ૧૧૨ પર પણ આગની ઘટના વિશે જાણ કરી શકો છો.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શનિવારે રાજ્યમાં જંગલમાં આગની ઘટનાઓને રોકવા માટે કરવામાં આવેલા પ્રયાસોની સમીક્ષા બેઠક યોજી હતી. તેઓ દિલ્હીથી વચ્ર્યુઅલ માધ્યમથી સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. દરમિયાન, વન પ્રધાન સુબોધ ઉન્યાલે પણ શુક્રવારે દૈનિક સમીક્ષામાં વન અધિકારીઓને જંગલોમાં આગને કાબૂમાં લેવા અસરકારક પગલાં લેવા સૂચના આપી હતી.

મુખ્યમંત્રી ધામી રાજ્યમાં જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ પર સતત નજર રાખી રહ્યા છે ત્યારે જંગલોને બચાવવા માટે સક્રિય સહયોગ આપવા જનતાને પણ અપીલ કરી હતી. રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયાના બીજા જ દિવસે દહેરાદૂન પરત ફરતા મુખ્યમંત્રીએ વિભાગીય અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/