fbpx
રાષ્ટ્રીય

અખિલેશ યાદવના રોડ શોમાં ભાગ લેનાર સપાસમર્થકો, નેતાઓએ અભદ્ર નારા લગાવ્યા અને મહારાણા પ્રતાપની પ્રતિમા પર ચઢી ગયા

લોકસભા ચુંટણીનાપ્રચારમાં દરેક રાજકીય પક્ષો એડીચોટી નું જોર લગાવી રહ્યા છે, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પ્રચાર કરવા મૈનપુરી પહોંચ્યા હતા અને રોડ શો કર્યો હતો. અખિલેશ યાદવના રોડ શોમાં ભાગ લેનાર સમાજવાદી પાર્ટીના સમર્થકો અને નેતાઓએ અભદ્ર નારા લગાવ્યા હતા અને મહારાણા પ્રતાપની પ્રતિમા પર ચઢી ગયા હતા. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બાબતે પોલીસે મહારાણા પ્રતાપની પ્રતિમા પર ચઢવા બદલ સપાનાસમર્થકો અને નેતાઓ વિરુદ્ધ એફ આઈ આરનોંધી હતી.

આ ઘટનાનો વીડિયો સોસિયલમીડિયામાંવાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક લોકો અભદ્ર નારા લગાવતા અને અપશબ્દો બોલતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ વીડિયોમાંસપાસમર્થકોના હાથમાં સમાજવાદી પાર્ટીનો ઝંડો પણ જોવા મળી રહ્યો છે, જેઓ મહારાણા પ્રતાપની પ્રતિમા પર ચઢી રહ્યા છે.

થોડા દિવસ અગાઉ લોકસભા ચુંટણીના પ્રચાર અર્થે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ મૈનપુરી પહોંચ્યા હતા અને રોડ શો કર્યો અને તેની સમાપ્તિ બાદ તેઓ મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે પહોંચ્યા અને મહારાણા પ્રતાપને પુષ્પાંજલિ અર્પણ કરી. 

આ ઘટના બાબતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીશ્રીયોગી આદિત્યનાથેકહ્યું કે, થોડા દિવસ પહેલા જ્યારે એક કુખ્યાત માફિયાનું મૃત્યુ થયું ત્યારે સમાજવાદી પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ શોક વ્યક્ત કરવા ગયા હતા પરંતુ જ્યારે રામજન્મભૂમિ આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે રામભક્તો સાથે તેમનું વર્તન કેવું હતું? સમાજવાદી પાર્ટી ના નેતાઓએમૈનપુરીમાંરાષ્ટ્રીય નાયક મહારાણા પ્રતાપની પ્રતિમા પ્રત્યે જે રીતે અનાદર અને અપમાનજનક વર્તન કર્યું તે નિંદનીય છે. રાહુલ ગાંધીએમહારાષ્ટ્રમાં પણ આવું જ કર્યું, જ્યાં તેમનો એક સમર્થક તેમને છત્રપતિ શિવાજીની પ્રતિમા આપી રહ્યો હતો પરંતુ તેમણે તે લેવાની ના પાડી દીધી. તેઓ રાષ્ટ્રીય નાયકનું સન્માન નહીં કરે પરંતુ આતંકવાદીઓ અને પાકિસ્તાનની પ્રશંસા કરશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/