fbpx
રાષ્ટ્રીય

અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા કોંગ્રેસના ઉમેદવારો માટે મહારાષ્ટ્રના પુણે, જાલના અને નંદુરબાર લોકસભા બેઠકો રેલીઓ કરશે

લોકસભા ચૂંટણી ૨૦૨૪ ના ચોથા તબ્બકાના મતદાન માટે કોંગ્રેસે મહારાષ્ટ્રની જનતાને રીઝવવા માટે રેલીઓ અને જાહેર સભાઓ યોજશે. મહારાષ્ટ્રમાં છેલ્લા બે તબક્કામાં બાકી રહેલી ૨૪ બેઠકોમાંથી કોંગ્રેસ માત્ર છ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. તેથી, રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી વાડ્રા કોંગ્રેસના ઉમેદવારો માટે રેલીઓ કરશે. ૧૩ મેના રોજ યોજાનાર ચોથા તબક્કામાં કોંગ્રેસ પુણે, જાલના અને નંદુરબાર લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડી રહી છે. રાહુલ ગાંધી પુણેમાં રેલી કરી ચૂક્યા છે. પ્રિયંકા ગાંધી ૧૦ મેના રોજ નંદુરબારમાં ચૂંટણી પ્રચાર કરશે.

પાંચમા તબક્કામાં પાર્ટી ઉત્તર મહારાષ્ટ્રની ધુલે અને મુંબઈની બે બેઠકો પર ચૂંટણી લડશે. અહીં પ્રચાર માટે પાર્ટી ચીફ મલ્લિકાર્જુન ખડગે ૧૫ મેના રોજ રેલી કરી શકે છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું, “રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે જ્યાં ૨૦ મેના રોજ ચૂંટણી યોજાશે. તે ત્યાં અને દેશના અન્ય ભાગોમાં પણ પ્રચાર કરશે. ખડગે અને પ્રિયંકા સહિત ઘણા નેતાઓ અહીં પ્રચાર કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૫ મેના રોજ નાશિક, ભિવંડી અને મુંબઈમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરવાના છે. ૧૭ મેના રોજ તેઓ મુંબઈમાં રોડ શો પણ કરશે. કેન્દ્રીય મંત્રીઅમિત શાહપણ ૧૨ મેના રોજ રેલી કરે તેવી શક્યતા છે. ઁસ્ની મહારાષ્ટ્રની વારંવારની મુલાકાતોને લઈને શિવસેના (ેંમ્‌)ના નેતા સંજય રાઉતે કહ્યું, “અમે નરેન્દ્ર મોદીને દક્ષિણ મુંબઈના પેડર રોડ પર અને અમિત શાહને બોરીવલીમાં કેમ્પ કરવા માટે આવકારીએ છીએ. જ્યારે પણ આ બંને મહારાષ્ટ્ર આવી રહ્યા છે ત્યારે હવે તેમને અહીં ઘર શોધવું જોઈએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/