fbpx
રાષ્ટ્રીય

માધવી રાજે સિંધિયા છેલ્લા ૪૫થી દિવસથી દિલ્હી એઈમ્સમાં દાખલ હતાકેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતૃશ્રી રાજમાતા માધવી રાજે સિંધિયાનું નિધન

કેન્દ્રીયમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજે સિંધિયાનું બુધવારે (૧૫ મે) સવારે દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) ખાતે તેમનું નિધ થયું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તેમણે સવારે ૯.૨૮ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી ‘વેન્ટિલેટર’ પર હતા. છેલ્લા ૪૫ થી વધુ દિવસોથી તેમની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી. તેઓ ન્યૂમોનિયાની સાથે સાથે સેપ્સિસથી પીડિત હતા.

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા લોકસભા ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા હતા દરમ્યાન માતાની તબિયત બગડવાની માહિતી મળતાં જ મુંગાવલી બેઠક બાદ ભોપાલથી દિલ્હી જવા રવાના થઈ ગયા હતા.માધવી રાજે સિંધિયાના નિધન પર રાજ્યના સંસ્કૃતિ, પર્યટન, ધામિર્ક ટ્રસ્ટ મંત્રી ધર્મેન્દ્ર લોધીએ ટ્‌વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, “કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના પૂજનીય માતા માધવી રાજે સિંધિયાના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન આપે. શોકગ્રસ્ત પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે,ઓમ શાંતિ શાંતિ!!”

માધવી રાજે સિંધિયાના ર્પાથિવ દેહને અંતિમ સંસ્કાર માટે મધ્ય પ્રદેશના ગ્વાલિયર લાવવામાં આવશે. માધવી રાજે નેપાળના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તે સમાજ સેવાના કાર્યોમાં ખૂબ સક્રિય હતી. માધવી રાજે ૨૪ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરપર્સન હતા, જે શિક્ષણ અને મેડિકલ જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે. તે સિંધિયાસ ગર્લ્સ સ્કૂલના બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષ પણ હતા. તેમણે પોતાના સ્વર્ગસ્થ પતિ માધવરાવ સિંધિયાની યાદમાં પેલેસ મ્યુઝિયમમાં એક ગેલેરી પણ બનાવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/