fbpx
રાષ્ટ્રીય

યુપીના બરેલીમાં બે હોમગાર્ડ યુનિફોર્મમાં એક વ્યક્તિને જમીન પર પછાડીને મારતા વિડીયો વાયરલ થતાં પોલીસ ફરિયાદ નોધી

ઉત્તર પ્રદેશના બરેલીમાં થી એક આઘાતજનક ઘટના બની હતી જેમાં એક વિડીયો વાયરલ થયો હતો તેની અંદર બે હોમગાર્ડના જવાનો યુનિફોર્મ પહેરીને એક વ્યક્તિને જમીન પર સુવડાવીને ખરાબ રીતે મારી રહ્યા હતા તેવા દ્રશ્યો હતા. આ ઘટના બાબતે નવાબગંજ પોલીસ ઇન્સપેક્ટરે જણાવ્યું હતું કે; હુમલો, દુર્વ્યવહાર અને એસસી/એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલો યુનિફોર્મ સાથે જોડાયેલો હોવાથી પોલીસ અધિકારીઓએ પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. પીડિતનો આરોપ છે કે હોમગાર્ડે તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેને પોલીસ સ્ટેશનમાં બંધ કરવાની ધમકી આપી.

બંને હોમગાર્ડે ચોકીદારને તહેસીલ પરિસરમાં જમીન પર પટકાવી દીધો અને માર મારવા લાગ્યો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પીડિતને લાત, મુક્કા અને રાઈફલના બટ વડે માર મારવાથી ઈજા થઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઘટનાસ્થળે ભીડ પ્રેક્ષક છે. બંને હોમગાર્ડ ચોકીદારને જમીન પર પટકાવીને માર મારી રહ્યા છે. તેઓએ પહેલા પીડિતને રાઈફલના બટથી માર્યો, પછી તેને જમીન પર પછાડ્‌યો અને તેના માથા પર જૂતા વડે માર્યો. હાલમાં આ મામલામાં પીડિતનું કહેવું છે કે સમગ્ર મામલાને લઈને ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવામાં આવશે અને આ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ ફરિયાદ કરવામાં આવશે.

બરેલીના નવાબગંજ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા બહોરનાગાલા ગામના રહેવાસી વીરેન્દ્ર કુમાર જાટવ નવાબગંજ પોલીસ સ્ટેશનમાં ચોકીદાર તરીકે તૈનાત છે. વીરેન્દ્ર કુમાર પોતાની જમીનમાંથી ફરદ કાઢવા માટે તહસીલ પહોંચ્યા હતા. આરોપ છે કે ત્યાં તહેસીલદાર ઓફિસમાં તૈનાત હોમગાર્ડ વીર બહાદુર અને રામપાલે તેમને જોઈને ચૂંટણી ટિપ્પણી કરી અને કહ્યું, ‘તમે સરકાર પાસેથી મફત રાશન લો છો અને વોટ પણ નથી આપતા.’ તેના પર ચોકીદારે કહ્યું કે જે લોકો ગરીબ છે તે બધા રાશન લઈ રહ્યા છે. આ બાબતે ચોકીદાર અને હોમગાર્ડ વચ્ચે બોલાચાલી થઈ હતી અને વિવાદ એટલો વધી ગયો હતો કે ત્રણેય વચ્ચે મારામારી થઈ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/