fbpx
રાષ્ટ્રીય

સચિન તેંડુલકરના ઘરે તૈનાત સુરક્ષા ટીમના એક પોલીસ કોન્સ્ટેબલે મહારાષ્ટ્રના જલગાંવમાં કથિત રીતે આત્મહત્યા કરી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના ઘરે તૈનાત સુરક્ષા ટીમનો એક પોલીસ કોન્સ્ટેબલે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં કથિત રીતે આત્મહત્યા કરી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્ય રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ)માં તૈનાત પ્રકાશ ગોવિંદ કાપડે (૩૯) એ વહેલી સવારે સરકારી બંદૂકથી પોતાને ગોળી મારી દીધી હતી. કાપડે ગયા અઠવાડિયે પરિવાર સાથે તેના વતન જામનેર ગયો હતો.

અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ તે રાત્રે લગભગ ૧.૩૦ વાગ્યે જાગી ગયો અને તેણે પોતાને માથામાં ગોળી મારી દીધી. ગોળીનો અવાજ સાંભળીને ઘરના અન્ય લોકો પણ જાગી ગયા અને તેમને ખૂબ લોહી વહેતું જોયું હતું, કાપડેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હૉસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું.

ઘટના બાદ જામનેર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અધિકારીએ કહ્યું કે કોઈ સુસાઈડ નોટ મળી નથી. કાપડે ૧૫ વર્ષ પહેલા એસઆરપીએફ માં જોડાયો હતો અને હાલમાં મહારાષ્ટ્ર પોલીસના સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટ (એસપીયુ) સાથે ડેપ્યુટેશન પર સેવા આપી રહ્યો હતો. પ્રકાશ કાપડે બુધવારે સવારે ૮ વાગ્યે મુંબઈ જવા રવાના થવાના હતા. કારણ કે તેની ચાર દિવસની રજા પૂરી થવા આવી રહી હતી. જોકે, તે પહેલા તેણે આત્મહત્યા કરી લીધી હતી. આ દરમિયાન કોઈ ચિંતા ન હતી ત્યારે તેણે આપઘાતનું પગલું કેમ ભર્યું? પરિવારજનો અને સંબંધીઓએ પણ આ પ્રશ્ન પૂછ્યો છે. આ ઘટના બાબતે પોલીસ પણ તપાસ શરૂ કરી દીધી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/