fbpx
રાષ્ટ્રીય

૨૦૧૯ થી ૨૦૨૪ દરમિયાન પીએમ મોદી દ્વારા કરવામાં આવેલા કામ માટે હું તેમનો આભાર માનું છુંઃ રાજ ઠાકરે

મહારાષ્ટ્રના લોકપ્રિય નેતા અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) ના પ્રમુખ રાજ ઠાકરેએ પ્રથમ વખત શિવાજી પાર્ક ખાતે પીએમ મોદી સાથે મંચ શેર કર્યો હતો. એમએનએસ પ્રમુખ રાજ ઠાકરે એ મંચ પરથી કહ્યું હતું કે, કહ્યું કે અન્ય વક્તાઓએ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની ટીકા કરવામાં સમય બગાડ્‌યો હતો. મને નથી લાગતું કે તેમના વિશે વાત કરવાનો કોઈ અર્થ છે. કારણ કે તેઓ સત્તામાં નહીં આવે. પરંતુ હું ૨૦૧૯ થી ૨૦૨૪ દરમિયાન પીએમ મોદી દ્વારા કરવામાં આવેલા કામ માટે તેમનો આભાર માનું છું.

રામ મંદિર અને કાશ્મીર પર ટિપ્પણી કરતા ઠાકરેએ કહ્યું, ‘રામ મંદિર બનવાની અમારી આશાઓ તૂટી ગઈ હતી, પરંતુ મોદીના કારણે અયોધ્યામાં રામ મંદિર બન્યું અને તે આંદોલનમાં પોતાના જીવનનું બલિદાન આપનારા કારસેવકોની આત્માને શાંતિ મળી. તેમના કારણે જ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર થઇ, તેથી એવું અનુભવાયું કે કાશ્મીર પણ ભારતના અન્ય રાજ્યોની જેમજ આપણું છે. પીએમ મોદીએ મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકના દર્દથી મુક્તિ અપાવી, અને તેમની સાથે થઈ રહેલા અન્યાયને કાયમ માટે દૂર કર્યો, તે માટે તેમને અભિનંદન.”

રાજ ઠાકરેએ આ દરમ્યાન મંચ પરથી પીએમ મોદી સમક્ષ મુંબઇ અને મહારાષ્ટ્ર માટે કેટલીક માંગ કરી હતી તેમણે કહ્યું કે
-મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની માંગ પૂરી થવી જોઈએ.
-મરાઠા સામ્રાજ્યનો ઇતિહાસ ભારતમાં લગભગ ૧૨૫ વર્ષ સુધી અસ્તિત્વમાં હતો અને તેને દેશના દરેક શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવો જોઈએ.
-શિવ છત્રપતિના સ્મારકો તેમના દ્વારા બાંધવામાં આવેલા કિલ્લાઓ છે. કેન્દ્ર સરકારે આ કિલ્લાઓના સંરક્ષણ માટે એક વિશેષ સમિતિની નિમણૂક કરવી જોઈએ.
-જેમ કે તમે દેશમાં સારા રસ્તાઓ બનાવ્યા છે, પરંતુ છેલ્લા ૨૦ વર્ષથી અટકેલો આપણો મુંબઈ-ગોવા હાઇવે પૂરો થવો જોઈએ.
-હું જાણું છું કે તમે બંધારણમાં ફેરફાર નહીં કરો પરંતુ ફરી એકવાર તમે દેશને ખાતરી આપી શકો છો કે ભારતના બંધારણને કોઈ ખતરો નહીં રહે.
-છેલ્લી માંગ છે કે મુંબઈ રેલવેના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરજો, ટ્રેનોની સંખ્યા વધારજો, મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે મુંબઈ રેલવેને વધુ ભંડોળ પુરુ પાડજો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/