fbpx
રાષ્ટ્રીય

પુણે પોર્શ ગાડી અકસ્માત કેસઃ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે ૧૭ વર્ષીય સગીર આરોપીના જામીન રદ કર્યા

મહારાષ્ટ્રના પુણે માં થયેલ પોર્શ ગાડી દ્વારા અકસ્માતના કેસમાં કોર્ટે એક મોટો અને મહત્વનો ર્નિણય લીધો છે. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વારા પુણે પોર્શ અકસ્માત કેસમાં ૧૭ વર્ષીય સગીર આરોપીના જામીન રદ કરવામાં આવ્યા હતા, હવે તેને જુવેનાઈલ હોમમાં મોકલી દેવામાં આવ્યો છે. આરોપીઓને ૫ જૂન સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. આરોપીને પુખ્ત વયના ગણવા કે નહીં તે અંગે કોર્ટે હજુ સુધી કોઈ ર્નિણય લીધો નથી. માનવામાં આવી રહ્યું છે કે ૫ જૂન સુધીમાં આ અંગે ર્નિણય લેવામાં આવી શકે છે.

પુણે પોર્શ ગાડી અકસ્માત કેસમાં અગાઉ, પોલીસે ૧૭ વર્ષીય સગીરના બિલ્ડર પિતાની ધરપકડ કરી હતી, જેમને કોર્ટે ૨૪ મે સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર સગીર આરોપીના જામીન રદ કરી તેને બાળગૃહમાં મોકલવામાં આવ્યો છે. પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે કહ્યું કે, સગીર આરોપી પર પુખ્ત વયની જેમ જ કેસ ચલાવવો જોઈએ. આ માટે પોલીસે ઉચ્ચ અદાલત પાસે પરવાનગી માંગી છે. જણાવી દઈએ કે ૧૯ મેના રોજ પોર્શ કાર સાથે અથડામણમાં બાઇક સવાર યુવક અને યુવતીના મોત થયા હતા. જેના બાદ આ મામલે મોટો ઉહાપોહ મચતા સગીર આરોપી અને તેના પિતાની ધરપકડ કરાઈ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/