fbpx
રાષ્ટ્રીય

યુપીના બાગપતમાં આવેલી આસ્થા હોસ્પિટલમાં આગની ઘટના; તમામ ૧૨ દર્દીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા

છેલ્લા ઘણા દિવસોથી દેશમાં આગના બનાવોમાં વધારો જોવા મળ્યો છે, જે ખુબજ ચિંતાજનક છે, તેવોજ એક કિસ્સો ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાની એક હોસ્પિટલમાં બની હતી જેમાં બરૌતમાં દિલ્હી-સહારનપુર હાઈવે પર આવેલી આસ્થા હોસ્પિટલમાં ઉપરના માળ પર આગ લાગી હતી, આ આગની ઘટના ના કારણે દર્દીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ ફાયર બ્રિગેડની ૪ ગાડીઓએ સમયસર આગને કાબૂમાં લીધી હતી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ બાળકો સહિત તમામ ૧૨ દર્દીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. ચીફ ફાયર ઓફિસર અમરેન્દ્ર પ્રતાપ સિંહે અકસ્માતની પુષ્ટિ કરી હતી.

આસ્થા હોસ્પિટલમાં આગની ઘટના અંગે ચીફ ફાયર ઓફિસર અમરેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું કે, કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગની માહિતી મળતાં જ એસડીએમ અમરચંદ વર્મા, સીઓ સવિરત્ન ગૌતમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલમાં દાખલ બાળકો સહિત અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડ્‌યા હતા. આગનું કારણ શોર્ટ સકિર્ટ હોવાનું કહેવાય છે, જો કે તપાસ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ફાયરની કુલ ૪ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી, આગને કાબૂમાં લેવામાં આવી છે. અંદર ૧૨ દર્દીઓ હતા અને તે બધા બચી ગયા છે.

આ આગના બનાવ અંગે મળતી માહિતી મુજબ સોમવારે વહેલી સવારે સાડા ચાર વાગ્યાં ની આસપાસ આસ્થા હોસ્પિટલના ઉપરના માળે અચાનક આગ ફાટી નીકળી હતી. હોસ્પિટલમાં હાજર સિક્યોરિટી ગાર્ડે હોસ્પિટલના સંચાલક, પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી તમામ દર્દીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/