fbpx
રાષ્ટ્રીય

નોઇડાના સેક્ટર ૧૦૦માં આવેલ લોટસ બુલેવાર્ડ સોસાઇટીના ફ્‌લેટમાં ભીષણ આગની ઘટના

ઉત્તર પ્રદેશના નોઈડમાં એસી ફાટવાને કારણે ભીષણ આગ લાગવાની મોટી ઘટના બની હતી. આ દુર્ઘટનામાં એસી બોમ્બની જેમ ફાટ્યું અને તણખાને કારણે ઘરમાં આગ લાગી. ભીષણ આગએ અન્ય ફ્‌લેટોને પણ લપેટમાં લીધા છે. આ અકસ્માત સેક્ટર ૧૦૦ની લોટસ બુલેવાર્ડ સોસાયટીમાં થયો હતો. એસી વિસ્ફોટ અને ભીષણ આગના કારણે સોસાયટીમાં ખળભળાટ મચી ગયો હતો. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. સોસાયટીના લોકો તેમના ફ્‌લેટમાંથી બહાર આવીને મેદાનમાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ૫ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.

નોઈડામાં સેક્ટર ૧૦૦માં આવેલી લોટસ બુલેવાર્ડ સોસાયટીમાં ગુરુવારે સવારે શોર્ટ સકિર્ટના કારણે એસીમાં વિસ્ફોટ થતાં બહુમાળી બિલ્ડિંગના ૧૨મા માળે આવેલા ફ્‌લેટમાં આગ લાગી હતી. આગ દરમિયાન, સલામતી માટે અને સાવચેતીના પગલા તરીકે આસપાસના ફ્‌લેટને ખાલી કરાવવામાં આવ્યા છે. આ આગની દુર્ઘટના અંગે મળતી માહિતી મુજબ આગની માહિતી મળતાની સાથે જ સેક્ટર-૩૯ કોતવાલી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ૧૨માં માળે આગ લાગી હતી, જેને ૨ કલાકની મહેનત બાદ કાબુમાં લેવામાં આવી હતી, ભીષણ આગના કારણે સમગ્ર ટાવર ધુમાડાથી ભરાઈ ગયો હોવાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.

ફાયર બ્રિગેડના જવાનોએ જણાવ્યું કે આગને કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. એસી ફાટવાને કારણે આગ લાગી હતી અને લોકોએ હિંમત એકઠી કરીને પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી. આગની જ્વાળાઓ જોઈ લોકો ગભરાઈ ગયા હતા. સોસાયટીના ટાવરમાં ભીષણ આગ લાગી હતી અને ત્યારબાદ આખો ટાવર ધુમાડામાં લપેટાઈ ગયો હતો. આગની ઘટના બાદ સોસાયટીમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળીને બાકીના લોકો નીચે દોડી ગયા હતા. સોસાયટીના રહીશોએ એકબીજાને મદદ કરી મહિલાઓ અને બાળકોને બહાર કાઢ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/