fbpx
રાષ્ટ્રીય

૬૩ કલાક માટે મેગા બ્લોક રહેશે, મુંબઈના લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતાં લોકોને થોડી હલકી ભોગવવી પડશે

પ્લૅટફૉર્મને પહોળું કરવા અને વિસ્તરણ માટે થાણેમાં ૬૩ કલાકનો સ્પેશ્યલ બ્લૉક અને છત્રપતિ શિવાજી મહારાજ ટમિર્નસ ખાતે ૩૬ કલાકનો સ્પેશ્યલ બ્લૉક હાથ ધરવામાં આવશેમધ્ય રેલવે મુંબઈ નેટવર્ક પર પ્લેટફોર્મ વિસ્તરણનું કામ કરવામાં આવશે અને આ માટે ૩૦મી મેની રાત્રિથી આગામી ૬૩ કલાક માટે મેગા બ્લોક રહેશે. આ સમયગાળા દરમિયાન લોકલ અને લાંબા અંતરની ટ્રેન સેવાઓને ખરાબ અસર થવાની સંભાવના છે. થાણે અને છત્રપતિ શિવાજી મહારાજ ટમિર્નસ રેલ્વે સ્ટેશનોના વિસ્તરણ માટે ગુરુવાર રાતથી મેગા બ્લોક કરવાનું નક્કી કર્યું છે. ૬૩ કલાકના આ મેગા બ્લોકની શરૂઆત ૩૦-૩૧ મેની રાત્રે થાણેથી થશે. આ ૩૦-૩૧ મેના રોજ રાત્રે ૦૦.૩૦ વાગ્યાથી ૨ જૂનના રોજ ૧૫.૩૦ વાગ્યા સુધી રહેશે. મધ્ય રેલવે અનુસાર મેગા બ્લોક દરમિયાન કુલ ૯૩૦ લોકલ ટ્રેન રદ્દ કરવામાં આવશે. ૩૧ મેના રોજ ૧૬૧, ૧ જૂનના રોજ ૫૩૪ અને ૨ જૂનના રોજ ૨૩૫ ટ્રેન બંધ રહેશે.

આ સમયગાળા દરમિયાન થાણે રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૫ અને ૬ ને મોટું કરવાનું કામ કરવામાં આવશે. જ્યારે ઝ્રજીસ્‌ના પ્લેટફોર્મ નંબર ૧૦ અને ૧૧ના વિસ્તરણ માટે ૩૧મી મેની રાતથી ૩૬ કલાકનો બ્લોક લેવામાં આવશે. આ બ્લોક ૨ જૂને બપોરે ૧૨.૩૦ વાગ્યા સુધી રહેશે.

ત્રણ દિવસ સુધી ચાલનારા આ કામને કારણે લોકલ ટ્રેનોની સાથે લાંબા અંતરની ટ્રેનોને પણ અસર થશે. લાંબા અંતરની ઘણી ટ્રેનોને ટૂંકાવી દેવામાં આવશે. કોંકણ જતી ટ્રેનો પનવેલ સ્ટેશનથી ઉપડશે. બ્લોક દરમિયાન મોટાભાગની લોકલ ટ્રેન સેવાઓ સીએસએમટીને બદલે દાદર અથવા ભાયખલા સુધી જ જશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/