fbpx
રાષ્ટ્રીય

છેલ્લા તબક્કાના મતદાન પહેલા પશ્ચિમ બંગાળમાં હિંસક અથડામણની ઘટનાભાંગર વિસ્તારમાં હિંસક અથડામણમાં બે જૂથોએ એકબીજા પર દેસી બોમ્બ ફેંક્યા, ૧૦ લોકો ઘાયલ

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું આજે મતદાન છે. આ પહેલા શુક્રવારે પશ્ચિમ બંગાળના જાદવપુર લોકસભા મતવિસ્તારના ભાંગર વિસ્તારમાં હિંસક અથડામણનો મામલો સામે આવ્યો છે. ચૂંટણી પહેલા ફાટી નીકળેલી હિંસામાં ઓછામાં ઓછા દસ લોકો ઘાયલ થયા હોવાનાં અહેવાલો છે. જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા હેઠળ શનિવારે જાદવપુરમાં મતદાન થવાનું હતું. ગુરુવારે સવારે સત્તાધારી પક્ષના કાર્યકરોએ બુધવારે બપોરે જાદવપુરથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર સયોની ઘોષના સમર્થનમાં આયોજિત રોડ શોમાં ભાગ લેવાનો ઇનકાર કરવા બદલ ઓલ ઈન્ડિયા સેક્યુલર ફ્રન્ટના એક કાર્યકર્તાની સાથે ખરાબ રીતે મારપીટ કરી હતી.

ઓલ ઈન્ડિયા સેક્યુલર ફ્રન્ટના કાર્યકરોએ જવાબી કાર્યવાહી કરી અને સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસના નેતાને ખરાબ રીતે માર માર્યો. ત્યારથી ભાંગરમાં તણાવ સર્જાયો છે અને બે જૂથો વચ્ચે અથડામણ થઈ રહી છે. શુક્રવાર સવારથી ભાંગરમાં સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસ અને ઓલ ઈન્ડિયા સેક્યુલર ફ્રન્ટના કાર્યકરો વચ્ચે અથડામણના અહેવાલો સામે આવી રહ્યા છે. બંને જૂથના લોકોએ એકબીજા પર દેસી બોમ્બ ફેંક્યા. મળતી માહિતી અનુસાર, અથડામણમાં દસ લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે ગુરુવારે સવારના તણાવ બાદથી ત્યાં હિંસા થઈ છે.

ભાંગરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે ચૂંટણી પંચે મતદાનના દિવસે કેનિંગ-પૂર્બા વિધાનસભા ક્ષેત્રમાંથી તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય શૌકત મોલ્લાની હિલચાલ પર પ્રતિબંધ મૂકવાનો ર્નિણય લીધો છે. ભારતીય ચૂંટણી પંચના આદેશ મુજબ, શૌકત મોલ્લા શનિવારે આખો દિવસ તેમના મતવિસ્તાર કેનિંગ-પૂર્બામાંથી બહાર નીકળી શકશે નહીં. જ્યારે મોલ્લાએ ભાંગરમાં ચાલી રહેલા તણાવ માટે ઓલ ઈન્ડિયા સેક્યુલર ફ્રન્ટના જવાનોને જવાબદાર ઠેરવ્યા છે. તેમનું કહેવું છે કે આ સમગ્ર તણાવ માટે ભાંગરથી ઓલ ઈન્ડિયા સેક્યુલર ફ્રન્ટના ધારાસભ્ય નૌશાદ સિદ્દીકી જવાબદાર છે. તેની ધરપકડ થવી જાેઈએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/