fbpx
રાષ્ટ્રીય

પંજાબમાં થયો ભયંકર રેલ અકમાત, બે માલગાડીઓ અથડાઈ

પંજાબમાં ફતેહગઢ સાહિબના સરહિંદ રેલ્વે સ્ટેશનથી થોડે દૂર માધોપુર ચોકી પાસે ડીએફસીસી ટ્રેક પર રવિવારે સવારે ૩ઃ૩૦ વાગ્યે એક ભયંકર મોટો રેલ અકસ્માત થયો હતો જેમાં કોલસાથી ભરેલી બે માલગાડીઓ ઉભી હતી અને અચાનક એક માલગાડીનું એન્જીન તૂટી ગયું અને બીજી માલગાડી સાથે અથડાયું હતું અને ટક્કર એટલી જોરદાર હતી કે માગાડીના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને કેટલીક બોગી એકબીજા ઉપર ચઢી ગઈ હતી. એન્જિન પણ પલટી ગયું અને બીજા ટ્રેક પરથી પસાર થતી અંબાલા જમ્મુ તાવી પેસેન્જર ટ્રેન સાથે અથડાયું. ટક્કર થતાં જ મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો પરંતુ મહત્વની વાત હતી કે પાઇલટે અચાનક ઇમરજન્સી બ્રેક લગાવી હતી. પાયલોટની બુદ્ધિમત્તાના કારણે ૫૦૦થી વધુ લોકોના જીવ બચી ગયા હતા, પરંતુ આ અકસ્માતમાં બંને માલગાડીના લોકો પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ દુર્ઘટના અંગે સરહિંદ જીઆરપી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રતનલાલે જણાવ્યું કે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો પાઈલટની ઓળખ સહારનપુર (ઉત્તર પ્રદેશ)ના રહેવાસી ૩૭ વર્ષીય વિકાસ કુમાર અને સહારનપુર (ઉત્તર પ્રદેશ)ના રહેવાસી ૩૧ વર્ષીય હિમાંશુ કુમાર તરીકે થઈ છે. તેમને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી સિવિલ હોસ્પિટલ ફતેહગઢ સાહિબમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર જણાતા ડૉક્ટરે તેમને રાજીન્દ્રા હોસ્પિટલ, પટિયાલામાં રિફર કર્યા હતા.

જીઆરપી સ્ટેશન ઈન્ચાર્જ રતનલાલે જણાવ્યું કે રેલ્વે વિભાગ અકસ્માતની તપાસ કરશે. ખબર પડશે કે એક માલગાડી પાટા પર ઉભી છે તો બીજી માલગાડી પાછળથી કેવી રીતે આવી? શું માલસામાન ટ્રેનને તે જ લાઇન પર બીજી માલસામાન ટ્રેનના સિગ્નલ મળ્યા નથી? શું ડ્રાઈવરે આગળ ઊભેલી માલગાડી જોઈ ન હતી? કોના કક્ષાએ બેદરકારી દાખવવામાં આવી હતી તે શોધી કાઢીને કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટના અંગે મળતી માહિત મુજબ એક માલગાડી જે કોલસાથી ભરેલી હતી તે સરહિંદ રેલવે સ્ટેશન પર ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરમાં ઊભી હતી. માલ ઉતારવામાં આવી રહ્યો હતો અને માલગાડીને આગળ ખસેડવાની હતી, પરંતુ તે દરમિયાન તે જ ટ્રેક પર પાછળથી બીજી એક માલગાડી આવી, જે પાછળથી ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ. દરમિયાન, પશ્ચિમ બંગાળના કોલકાતાથી જમ્મુ તાવી જતી સ્પેશિયલ સમર પેસેન્જર ટ્રેન (૦૪૬૮૧) બાજુના ટ્રેક પરથી પસાર થઈ હતી, પરંતુ પાયલોટે અકસ્માત અને બોગીઓ પલટી જતાં સ્પીડ ધીમી કરી દીધી હતી.

સદ્‌નસીબે ગુડ્‌સ ટ્રેનનું એન્જિન પેસેન્જર ટ્રેનની પહેલી બોગી સાથે અથડાઈ જતાં જ તે પલટી ગઈ હતી અને સ્પીડ ધીમી હોવાને કારણે વધુ નુકસાન થયું ન હતું. અકસ્માતની માહિતી મળતા જ રેલ્વે કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એન્જિનનો કાચ તુટી ગયો હતો અને લોકો પાયલટને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવાયો હતો. વિકાસને માથામાં અને હિમાંશુને કમરમાં ઈજા થઈ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/