fbpx
રાષ્ટ્રીય

ઉત્તર પ્રદેશના લખનૌમાં ભાજપ અને સમાજવાદી પાર્ટીના કાર્યકર્તા વચ્ચે જૂથ અથડામણ

દેશમાં અને ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીના પરિણામો માટે મતગણતરી ચાલી રહી હતી ત્યારે લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશને સૌથી મહત્વની બેઠક ગણવામાં આવે છે, કારણ કે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ લોકસભાની બેઠકો છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં હાલ ભાજપ અને એનડીએને સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ટક્કર આપી રહી છે. આ દરમિયાન, રાજ્યની રાજધાની લખનૌમાં મત ગણતરી દરમિયાન ભાજપ અને સમાજવાદી પાર્ટીના કાર્યકરો વચ્ચે મોટી અથડામણ જોવા મળી હતી.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ચૂંટણી માટે નક્કી કરાયેલા મતગણતરી સ્થળ નજીક સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું છે. જાણવા મળી રહ્યું છે કે, આ અથડામણ લોકસભા ચૂંટણીના વલણોને લઈને ચર્ચા બાદ થઈ હતી.આ જૂથ અથડામણમાં એક વ્યક્તિ ઘાયલ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશ કે જે લોકસભાની ચૂંટણીમાં સૌથી મહત્વનું રાજ્ય ગણવામાં આવે છે ત્યાં સપા અને કોંગ્રેસના ગઠબંધને ભાજપ પર સરસાઈ મેળવી લીધી છે. તાજેતરના આંકડાઓ અનુસાર, રાજ્યમાં સપા ૩૬ બેઠકો પર આગળ છે. ભાજપ ૩૩ સીટો પર, કોંગ્રેસ ૭ અને આરએલડી ૨ સીટો પર લીડ ધરાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/