fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ભવન ખાતે મળીને રાજીનામું સોંપ્યું

૧૮ મી લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. એનડીએ ગઠબંધનને આ ચૂંટણીમાં બહુમતી મળી છે, ત્યારબાદ નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન નું પદ સંભાળશે તે નક્કી જ છે, ત્યારે હવે પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને મળી ને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી બુધવારે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને મળ્યા હતા અને મંત્રી પરિષદ સાથે પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.

રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકાર્યું છે અને નરેન્દ્ર મોદી અને મંત્રી પરિષદને વિનંતી કરી છે કે જ્યાં સુધી નવી સરકાર ચાર્જ ન લે ત્યાં સુધી પદ પર ચાલુ રહે. ૧૮મી લોકસભાના પરિણામો અને વલણો વચ્ચે મંગળવારે સાંજે એક પોસ્ટમાં, વડા પ્રધાને કહ્યું, “દેશની જનતાએ સતત ત્રીજી વખત એનડીએમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતના ઈતિહાસમાં આ એક અભૂતપૂર્વ ક્ષણ છે. આ પ્રેમ અને આશીર્વાદ માટે હું મારા પરિવારને નમન કરું છું. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે અમે તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે નવી ઉર્જા, નવા ઉત્સાહ અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું. હું હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને તમામ કાર્યકરોને તેઓએ કરેલા સમર્પણ અને અથાક કાર્ય માટે અભિનંદન આપું છું.

પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)ની સતત ત્રીજી જીતને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે અને આ માટે દેશની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. મોદીએ કહ્યું છે કે ગઠબંધન દેશના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે નવી તાકાત સાથે કામ કરશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/