fbpx
રાષ્ટ્રીય

કોર્ટે આપ નેતા ની ન્યાયિક કસ્ટડી ૧૪ દિવસ વધારવાનો આદેશ આપ્યો

દારૂ નીતિ કૌભાંડ કેસઃ રાઉસ એવન્યુ કોર્ટનો તબીબી આધાર પર અરવિંદ કેજરીવાલ ને વચગાળાના જામીન આપવાનો ઇનકાર આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, દિલ્હી લિકર પોલિસી અને તેનાથી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉસ એવન્યુ કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે આ અરજીને ફગાવી દીધી અને કહ્યું કે જેલ પ્રશાસને કેજરીવાલની બીમારી સંબંધિત તપાસ કરવી જોઈએ. આ રીતે કોઈને જામીન નહીં મળે. રાઉઝ એવન્યુ કોર્ટે જામીન અરજી ફગાવી દેતાં કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ૧૯ જૂન સુધી લંબાવી દીધી છે. કેજરીવાલના વચગાળાના જામીનનો વિરોધ કરતા ઈડીએ કહ્યું હતું કે કેજરીવાલ કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

ઈડી નો આરોપ છે કે સતત પ્રચાર કરી રહેલા કેજરીવાલની તબિયત જ્યારે આત્મસમર્પણ કરવાનો સમય આવ્યો ત્યારે બગડી હતી. કેજરીવાલ વતી કોર્ટમાં હાજર થયેલા એડવોકેટ વિવેક જૈને કહ્યું કે મુખ્યમંત્રીના વજનમાં કેટલાક ફેરફાર થયા છે. જો કે, કોર્ટે કહ્યું કે મુખ્યમંત્રી વતી યોગ્ય પિટિશન દાખલ કરવી જોઈએ અને તે સમજાવે કે તેઓ શા માટે રાહત ઈચ્છે છે. ઈડી તરફથી હાજર રહેલા જીય્ તુષાર મહેતાએ અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે તે સુનાવણીને લાયક નથી. દિલ્હીની કોર્ટે તેમની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. સ્વાસ્થ્યને ટાંકીને કેજરીવાલે તપાસ માટે સાત દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા. ત્યારે એક તરફ કોર્ટે તેમને તબીબી આધાર પર વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને બીજી તરફ ન્યાયિક કસ્ટડી ૧૪ દિવસ વધારવાનો આદેશ આપ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/