fbpx
રાષ્ટ્રીય

ઉત્તર પ્રદેશ પોલીસનું વધુ ૧ એનકોઉન્ટરમુઝફ્‌ફરનગરમાં પોલીસ સાથેની અથડામણમાં ૨.૨૫ લાખ રૂપિયાનું ઇનામ ધરાવતો ગુનેગાર નીલેશ રાય માર્યો ગયો

ઉત્તર પ્રદેશ પોલીસે છેલ્લા પાંચ વર્ષમાં અનેક એન્કાઉન્ટર કરીને રાજ્યમાં ગુનેગારો પર કડક કાર્યવાહી કરી છે. વિકાસ દુબેથી લઈને અતિક અહેમદના મૃત્યુથી ગુનેગારોમાં ડર પેંસી ગયો છે. જેના કારણે હાલ યુપીમાં કાયદો અને વ્યવસ્થામાં પણ સુધારો થયો છે. યુપી પોલીસ અધિકારી પ્રશાંત કુમારે સપ્ટેમ્બર ૨૦૨૩ માં કહ્યું હતું કે છેલ્લા ૬ વર્ષમાં પોલીસ અને અધિકારીઓ વચ્ચે ૯,૪૩૪ થી વધુ એન્કાઉન્ટર થયા છે. આ એન્કાઉન્ટરમાં ૧૮૩ ગુનેગારો માર્યા ગયા છે. આ દરમિયાન ૧૩ પોલીસકર્મીઓ પણ શહીદ થયા હતા.

અધિક પોલીસ મહાનિર્દેશક (ઉત્તર પ્રદેશ એસટીએફ અને કાયદો અને વ્યવસ્થા) અમિતાભ યશે જણાવ્યું કે બિહારના બેગુસરાય જિલ્લાના રહેવાસી નિલેશ રાય વિરુદ્ધ હત્યા, લૂંટ અને ખંડણી સહિતના ૧૬ કેસ નોંધવામાં આવ્યા છે. યશે કહ્યું કે, “બુધવારે ઉત્તર પ્રદેશ એસટીએફ અને બિહાર એસટીએફ ના નોઈડા યુનિટે મુઝફ્‌ફરનગરના રતનપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનેગારો સાથે એન્કાઉન્ટર કર્યું હતું.” ગંભીર રીતે ઘવાયેલા નિલેશ રાયને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, નીલશ બેગુસરાયનો રહેવાસી હતો અને બિહાર સરકારે તેના પર ૨.૨૫ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. તેણે જણાવ્યું કે ૨૪ ફેબ્રુઆરીએ જ્યારે પોલીસ ટીમે બેગુસરાયમાં તેના ઠેકાણા પર દરોડો પાડ્‌યો ત્યારે રાય અને તેના સહયોગીઓએ પોલીસ ટીમ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ભાગી છૂટ્યા. તેમણે કહ્યું કે આ ઘટનામાં એક વ્યક્તિને ગોળી વાગી હતી અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે જણાવ્યું કે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/