fbpx
રાષ્ટ્રીય

મોટાભાઈ યુસુફ પઠાણ પશ્ચિમ બંગળથી લોકસભા ચુંટણીમાં વિજયી થયા બાદ ઈરફાને શેર કરી ખાસ પોસ્ટ

૧૮ મી લોકસભા ચૂંટણીના પરિણામ એક્ઝિટ પોળથી વિપરીત અને ચોંકાવનારા આવ્યા છે ત્યારે યુસુફ પઠાણની જેમણે લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવી છે. તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર યુસુફ પઠાણે પશ્ચિમ બંગાળના બરહમપુરથી લોકસભા ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને હરાવ્યા હતા. અધીર રંજન ચૌધરી ૨૫ વર્ષ પછી ચૂંટણી હાર્યા છે અને યુસુફ પઠાણે આ કારનામું કર્યું છે. યુસુફ પઠાણની આ જીત બાદ તેના ચાહકોમાં ખુશીની લહેર છે અને તેના નાના ભાઈ ઈરફાન પઠાણની ખુશીની કોઈ સીમા નથી. યુસુફ પઠાણની રાજકીય કારકિર્દીની આ પ્રથમ જીત છે પરંતુ આ પહેલા તેણે રમતગમતના મેદાનમાં ઘણી મોટી જીત હાંસલ કરી છે. મોટા ભાઈની જીત બાદ ઈરફાન ઈમોશનલ થઈ ગયો હતો અને તેણે સોશિયલ મીડિયા પર યુસુફ માટે ખાસ મેસેજ પોસ્ટ કર્યો હતો.

પશ્ચિમ બંગાળના બરહમપુરથી લોકસભા ચુંટણીમાં વિજયી થયા બાદ યુસુફ પઠાણ પણ ખૂબ ખુશ દેખાઈ રહ્યો હતો. તેમણે કહ્યું કે તેઓ બહરમપુરના લોકોનો આભાર માને છે જેમણે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે તેઓ દરેક કાર્યકરની મહેનતથી જીવે છે. યુસુફે કહ્યું કે રેકોર્ડ બનાવતાની સાથે જ તૂટી જવાના હોય છે અને તે અધીર રંજનનું ખૂબ સન્માન કરે છે. યુસુફે જાહેરાત કરી કે તે બેરહામપુરમાં સ્પોટ્‌ર્સ એકેડમી બનાવનાર સૌપ્રથમ બનશે અને ઉદ્યોગો માટે પણ કામ કરશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/