fbpx
રાષ્ટ્રીય

ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેતા પહેલા પીએમ મોદીએ ભાજપના દિગ્ગજ નેતાઓમુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કરી

૧૮ મી લોકસભા ચુંટણીના પરિણામો આવ્યા બાદ એનડીએ ને બહુમત સ્પષ્ટ રીતે નવી સરકાર બનાવવા માટે મળી હતી, જે બાદ ૭ લોક કલ્યાણ માર્ગ ખાતે એનડીએના નેતાઓ ની એક બેઠક મળી હતી જેમાં એનડીએના સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના દિગ્ગજ નેતાઓ મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણી ના નિવસ્થાને જઈ તેમની સાથે મુલાકાત કરી હતી. નરેન્દ્ર મોદી રવિવારે સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. છેલ્લા એક દાયકામાં પહેલીવાર લોકસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી નથી અને જેડીયુ-ટીડીપી જેવા એનડીએ સહયોગીઓની મદદથી ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે.

પીએમ મોદી સૌપ્રથમ ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીના ઘરે પહોંચ્યા અને તેમને મળ્યા તે બાદ પીએમ મોદીએ બીજેપીના વધુ એક વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીના ઘરે પણ જઈને તેમની સાથે મુલાકાત કરી હતી. તે જ સમયે, એનડીએ પ્રમુખ દ્રૌપદી મુર્મુને મળ્યા અને ત્રીજી વખત સરકાર બનાવવાનો દાવો કર્યો. એનડીએના નેતાઓએ રાષ્ટ્રપતિને સમર્થનનો પત્ર સુપરત કર્યો હતો. શપથ ગ્રહણ સમારોહ ૯ જૂને સાંજે ૬ વાગ્યે યોજાશે.

પીએમ મોદીએ એનડીએના સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા પછી, કહ્યું હતું કે, “આ જીતને ન સ્વીકારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છેપ આ જીત પર ‘હારનો પડછાયો’ નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.” પરંતુ આવા તમામ પ્રયાસો નિષ્ફળ ગયાપ આવી વસ્તુઓ ખૂબ જ જલ્દી સમાપ્ત થાય છે અને તે જ થયું છે.” બેઠકમાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના એન ચંદ્રબાબુ નાયડુ, જનતા દળ (યુનાઇટેડ), શિવસેના કે એકનાથ શિંદે, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના ચિરાગ પાસવાન, જનતા દળ (સેક્યુલર)ના એચડી કુમારસ્વામી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અજિત પવાર, અપના દળ (એસ), જનસેના પાર્ટીના પવન કલ્યાણ અને ભાજપ અને એન.ડી.એ અન્ય સાથી પક્ષોના ચૂંટાયેલા સભ્યોએ ભાગ લીધો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/