fbpx
રાષ્ટ્રીય

૩.૦ મોદી સરકારની શપથવિધી: સમગ્ર દિલ્હીને નો ફ્‌લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યું, ૯મી અને ૧૦મી જૂને દિલ્હીમાં કલમ ૧૪૪ લાગુ

૧૮મી લોકસભા ચુંટણીમાં એનડીએને બહુમત મળ્યા બાદ ફરી એકવાર કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બનવા જઈ રહી છે. આજે (રવિવાર) નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ વખતનો શપથ ગ્રહણ સમારોહ ખૂબ જ ખાસ બનવાનો છે. આ શપથ સમારોહમાં સામાન્ય લોકોથી લઈને ખાસ લોકો અને આંતરરાષ્ટ્રીય સ્તરના નેતાઓ પણ હાજર રહેશે. આ સંદર્ભે દેશની રાજધાનીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીને નો ફ્‌લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. ઉડતા ડ્રોન અને પેરાગ્લાઈડિંગ જેવી તમામ એક્ટિવિટી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા વધુ સઘન કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે અર્ધલશ્કરી દળોની ૫ કંપનીઓ તહેનાત કરવામાં આવશે. એનએસજી કમાન્ડો, ડ્રોન અને સ્નાઈપર્સ તૈનાત રહેશે. બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, ભૂટાન, નેપાળ, મોરેશિયસ અને સેશેલ્સના ટોચના નેતાઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. શહેરની લીલા, તાજ, આઈટીસી મૌર્ય, ક્લેરિજ અને ઓબેરોય જેવી હોટેલોને પહેલાથી જ સુરક્ષા કવચ હેઠળ લેવામાં આવી છે.

એક સિનિયર અધિકારીના જણાવી અનુસાર, પીએમ નરેન્દ્ર મોદી ના ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથવિધી સમારોહ માટે દક્ષિણ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશનના સભ્ય દેશોના મહાનુભાવોના આમંત્રણને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાની ‘હાઈ એલર્ટ’ પર રહેશે. સમારોહના દિવસે દિલ્હી પોલીસના એસડબલ્યુએટી અને એનએસજી કમાન્ડો રાષ્ટ્રપતિ ભવન અને વિવિધ મહત્વના સ્થળોની આસપાસ તૈનાત રહેશે. શપથ ગ્રહણ માટે દિલ્હીમાં ત્રણ સ્તરીય સુરક્ષા (ત્રણ સ્તર) રહેશે.

પીએમ નરેન્દ્ર મોદીના ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથવિધી સમારોહમાં હાજરી આપવા માટે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગે, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ અને સેશેલ્સના રાષ્ટ્રપતિ વેવેલ રામખેલવાનને આમંત્રણ આપ્યું છે. નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડ પણ શપથ ગ્રહણમાં હાજરી આપશે. દહલ રવિવારથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવશે.
૩.૦ મોદી સરકારની શપથવિધી સમારોહમાં ૮ હજારથી વધુ રાજકારણીઓ, મંત્રીઓ અને મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારોહ પહેલા ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં પણ એક મોટી બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં પાર્ટીના તમામ સિનિયર પદાધિકારીઓને શપથ ગ્રહણ સમારોહમાં સંગઠનાત્મક વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી હતી.

નરેન્દ્ર મોદીની શપથવિધીમાં તેમની કેબિનેટના ઘણા મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. હાલમાં વડાપ્રધાન મોદી ૩.૦ની કેબિનેટ માટે ઘણા નેતાઓના નામ સામે આવી રહ્યા છે. જેમાં અમુક સિનિયર નેતાઓ નામોની ચર્ચા થઈ રહી છે તે નીચે મુજબ છે-

નામ પાર્ટી
પીયૂષ ગોયલ ભાજપ
નારાયણ રાણે ભાજપ
નીતિન ગડકરી ભાજપ
સંદીપન ભૂમરે શિવસેના શિંદે જૂથ
પ્રતાપ રાવ જાધવ શિવસેના શિંદે જૂથ
બાલા શૌરી જનસેના પાર્ટી
જી કિશન રેડ્ડી ભાજપ તેલંગાણા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/