fbpx
રાષ્ટ્રીય

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ રામોજી ફિલ્મ સિટીના સ્થાપક શ્રી રામોજી રાવના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રામોજી ફિલ્મ સિટીના સ્થાપક શ્રી રામોજી રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનશ્રી મોદીએ જણાવ્યું હતું કે, રામોજી રાવ એક સ્વપ્નદ્રષ્ટા હતા, જેમણે ભારતીય મીડિયામાં ક્રાંતિ લાવી હતી. તેમના સમૃદ્ધ યોગદાનથી પત્રકારત્વ અને ફિલ્મોની દુનિયા પર અમિટ છાપ છોડી છે.

પ્રધાનમંત્રીએ એક્સ પર પોસ્ટ કરી;
“શ્રી રામોજી રાવ ગારુનું નિધન અત્યંત દુઃખદાયક છે. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે ભારતીય માધ્યમોમાં ક્રાંતિ લાવી હતી. તેમના સમૃદ્ધ યોગદાનથી પત્રકારત્વ અને ફિલ્મોની દુનિયા પર અમિટ છાપ છોડી છે. પોતાના નોંધપાત્ર પ્રયત્નો દ્વારા, તેમણે મીડિયા અને મનોરંજન જગતમાં નવીનતા અને ઉત્કૃષ્ટતા માટે નવા ધોરણો સ્થાપિત કર્યા.
રામોજી રાવ ગારુ ભારતના વિકાસ પ્રત્યે ઘણાં જ ઉત્સાહી હતા. હું ભાગ્યશાળી છું કે મને તેમની સાથે વાતચીત કરવાની અને તેમના જ્ઞાનનો લાભ મેળવવા માટેની ઘણી તકો મળી. આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/