fbpx
રાષ્ટ્રીય

લોકસભા ચૂંટણી પૂરી થતાજ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે, એનસીપી અને શિસએન વચ્ચે નેતાઓની ખેંચતાણ ના અણસાર

લોકસભા ચૂંટણીના પરિણામોમાં સૌકોઈ માટે ચોંકાવનારા હતા કેમ કે કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી મળી નથી. આ ચુંટણીમાં ભાજપનું પ્રદર્શન પણ ઘણા રાજ્યોમાં નબળું રહ્યું હતું, જો કે હવે મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે, રાજકીય ઉથલપાથલની અટકળો લગાવવામાં આવી રહી છે. ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેની શિવસેના અને શરદ પવાર અને અજિત પવારની એનસીપી વચ્ચે ફરીથી નેતાઓની ખેંચતાણ ના અણસારના સંકેતો મળી રહ્યા છે.

શિંદે જૂથની શિવસેનાનો દાવો છે કે ઉદ્ધવ જૂથના બે સાંસદોએ સીએમ એકનાથ શિંદેનો સંપર્ક કર્યો છે. તેઓ મહાયુતિમાં જોડાવા માંગે છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે અજિત જૂથના ઘણા નેતાઓ શરદ જૂથના સંપર્કમાં છે, જ્યારે અજીતની એનસીપી એ પણ દાવો કર્યો છે કે શરદ જૂથના ઘણા નેતાઓ મહાગઠબંધન સરકારને સમર્થન આપવા માંગે છે.
એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે ઉદ્ધવ ઠાકરે એનડીએમાં જોડાઈ શકે છે. અગાઉ, ઉદ્ધવ જૂથે દાવો કર્યો હતો કે શિંદે જૂથના ૬ ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી એટલે કે ઉદ્ધવની સેના, કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી મજબૂત થઈ છે, જ્યારે ભાજપ અને અજિત જૂથને મોટો ઝટકો લાગ્યો છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી શકે છે.

જો કે હમણાં થોડા દિવસ પહેલાજ અજિત પવારની બેઠકમાં પાંચ ધારાસભ્યો અને મંત્રીઓએ હાજરી આપી ન હતી. તેમની પાર્ટીના નેતા ધર્મરાવ બાબા આત્રામે દાવો કર્યો છે કે એનસીપી (શરદચંદ્ર પવાર)ના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલ તેમની સાથે આવી શકે છે. આ અંગે જયંત પાટીલે કહ્યું કે અજીત જૂથના નેતાઓ તેમની પાર્ટીમાં સામેલ થઈ શકે છે.
મહારાષ્ટ્રમાં મહાયુતિ એટલે કે ભાજપ, શિંદે જૂથ અને અજીત જૂથનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. આવી સ્થિતિમાં હવે ભારતીય જનતા પાર્ટીની નજર શિવસેના (યુબીટી) પર છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ હાઈકમાન્ડે ઉદ્ધવ જૂથના નેતાઓનો સંપર્ક કર્યો છે, પરંતુ તેમને રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસ સાથે સમસ્યા છે. દરમિયાન, ફડણવીસના રાજીનામાની ઓફર રાજ્યની રાજનીતિમાં મોટા વિકાસના સંકેત આપી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/