fbpx
રાષ્ટ્રીય

બીજા વિશ્વયુદ્ધમાં લડનાર ભૂતપૂર્વ અમેરિકન સૈનિક હેરોલ્ડ ટેરેન્સે ૧૦૦ વર્ષની ઉંમરે પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને નવો રેકોર્ડ બનાવ્યો

પેટા હેડિંગ- ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને યુએસ પ્રમુખ જો બિડેન હેરોલ્ડના લગ્નમાં મહેમાન તરીકે હાજરી આપી બીજા વિશ્વયુદ્ધમાં લડનાર ભૂતપૂર્વ અમેરિકન સૈનિક હેરોલ્ડ ટેરેન્સે ૧૦૦ વર્ષની ઉંમરે પોતાની ૯૬ વર્ષની ગર્લફ્રેન્ડ જીન સ્વરલિન સાથે લગ્ન કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને યુએસ પ્રમુખ જો બિડેન હેરોલ્ડના લગ્નમાં મહેમાન તરીકે હાજરી આપી હતી. બિડેન અને મેક્રોને નવદંપતીને તેમના લગ્ન માટે શુભેચ્છા પાઠવી હતી. આ લગ્ન દુનિયાના લોકોમાં એક મોટો ચર્ચાનો વિષય બન્યો છે. ટેરેન્સ અને સ્વલિર્નના લગ્ન ફ્રાન્સના નોર્મેન્ડીના ડી-ડે બીચ પરના ‘ટાઉન હોલ’માં થયા. આ એ જ જગ્યા છે જ્યાં ૬ જૂન, ૧૯૪૪ના રોજ મિત્ર દેશોના વિમાનોના ઉતરાણ પછી ભીષણ યુદ્ધ થયું હતું, જેણે યુરોપને એડોલ્ફ હિટલરના જુલમમાંથી મુક્ત કરવામાં મદદ કરી હતી.

મહત્વની વાત એ છે કે, હેરોલ્ડ તેમના લગ્ન માટે એ જ સ્થાન પસંદ કરે છે, જ્યાં તેઓ બીજા વિશ્વયુદ્ધમાં લડ્‌યા હતા. ટેરેન્સ અને સ્વલિર્નના લગ્નમાં હાજર રહેલા કેટલાક લોકો બીજા વિશ્વયુદ્ધના યુગના વસ્ત્રોમાં સજ્જ હતા. જીન સ્વલિર્નએ ગુલાબી ડ્રેસ પહેર્યો હતો. જ્યારે, ટેરેન્સે આછા વાદળી રંગનો સૂટ પહેર્યો હતો. ટેરેન્સે તેને “તેમના જીવનનો સર્વશ્રેષ્ઠ દિવસ” ગણાવ્યો અને સ્વરલિને કહ્યું, “પ્રેમ ફક્ત યુવાનો માટે જ નથી.” રાત્રિભોજન માટે એલિસી પેલેસમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/