fbpx
રાષ્ટ્રીય

દિલ્હીમાં ઈમેઈલ દ્વારા એક સાથે ૧૦-૧૫ મ્યુઝિયમોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર ઈમેઈલમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ વખતે શાળાઓ અને હોસ્પિટલોને બદલે મ્યુઝિયમોને નિશાન બનાવવામાં આવ્યા છે. આતંકવાદીઓએ ઈમેઈલ દ્વારા એક સાથે ૧૦-૧૫ મ્યુઝિયમોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

આ બાબતે પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મેલ મંગળવારે રેલવે મ્યુઝિયમ સહિત અનેક મ્યુઝિયમમાં એકસાથે પહોંચ્યા હતા. દિલ્હી પોલીસને આ મેલ વિશે માહિતી મળતા જ મ્યુઝિયમની તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં પોલીસને કૉઇપણ વસ્તુ શંકાસ્પદ મળી ન હતી જેથી પોલીસે તેને ફેક ઈમેઈલ જાહેર કર્યા હતા. હાલ પોલીસે આ ઈમેલ ધમકી બાબતે એક કેસ પણ નોંધી લીધો છે અને આ મેઈલ કોણે મોકલ્યા છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/