fbpx
રાષ્ટ્રીય

ઈટલીમાં રહેલા ખાલિસ્તાની સમર્થકોનું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પીએમ મોદી વિરુદ્ધ શરમજનક કૃત્ય

ભારતના વડપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં સતત ત્રીજીવાર કાર્યભાળ સંભાળતાની સાથે સૌ પ્રથમ તેઓ ઈટલીના પ્રવાસે જશે. આજે (૧૩ જૂન) પીએમ મોદી ઈટલી જવા માટે ભારતથી રવાના થશે. ત્યારે ૧૩ થી ૧૫ જૂન વચ્ચે ઈટલીમાં આવેલા અપુલિયાના ફસાનો શહેરની અંદર જી૭ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ ઈટલીમાં રહેલા ખાલિસ્તાની સમર્થકો દ્વારા પીએમ મોદી અને ભારત વિરુદ્ધ ઈટલીમાં શરમજનક કૃત્ય કરવામાં આવ્યું છે. ખાલિસ્તાની સમર્થકો દ્વારા ઈટલીમાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

જોકે આ ઘટના પર ઈટલીમાં આવેલા ભારતીય દૂતાવાસ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. તે ઉપરાંત ઈટલીમાં વિવિધ સ્થળો પર વડાપ્રધાન મોદી વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા છે. જોકે આ અંગે ઈટલીના દૂતાવાસ અને રાષ્ટ્રીય અધિકારીઓ દ્વારા આ મામલે જરુરી કાર્યવાહી શરુ કરવામાં આવી છે પણ જી૭ સમિટની અંદર મુખ્ય સાત દેશ અમેરિકા, બ્રિટેન, જર્મની, ફ્રાંસ, ઈટલી જાપાન અને કેનેડા છે. ત્યારે આ વખતે જી૭ સમિટનો મુખ્ય મુદ્દો યુક્રેનમાં અને ઈઝરાયેલમાં ચાલી રહેલા યુદ્ધ રહેશે. ત્યારે આ જી૭ સમિટમાં તમામ સાત દેશના પ્રમુખ ઉપસ્થિત રહેવાની માહિતી સામે આવી છે.

આ પ્રવાસમાં પીએમ મોદી સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે, જેમાં વિદેશ મંત્રી એસ જયશંકર, વિદેશ સચિવ વિનય ક્વાત્રા અને એનએસએ અજીત ડોભાલ સામેલ થવાની સંભાવના છે. પીએમ મોદી તેમની મુલાકાત દરમિયાન અનેક દ્વિપક્ષીય બેઠકો પણ યોજવાના છે, જેમાં ઈટલીના વડાપ્રધાન જ્યોજિર્યા મેલોની સાથેની બેઠકનો સમાવેશ થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/