fbpx
રાષ્ટ્રીય

બીએસ યેદિયુરપ્પાને મોટી રાહત મળીપોકસો એક્ટ હેઠળ બેંગલુરુ કોર્ટે યેદિયુરપ્પા વિરુદ્ધ બિનજામીનપાત્ર જારી કરેલ વોરંટ પર કર્ણાટક હાઇકોર્ટનો સ્ટે

ભાજપના સિનિયર નેતા અને કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાને મોટી રાહત મળી છે. પોકસો એક્ટ હેઠળ બેંગલુરુની એક કોર્ટે યેદિયુરપ્પા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. જો કે હવે હાઈકોર્ટે યેદિયુરપ્પાને રાહત આપતા આ વોરંટ પર રોક લગાવી દીધી છે.આ બાબતે બીએસ યેદિયુરપ્પાએ પોતાના પર લાગેલા આરોપોને ફગાવી દીધા હતા અને આગોતરા જામીન માટે સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી હતી.

કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાએ કોર્ટને આપેલી ખાતરી મુજબ યેદિયુરપ્પા ૧૭ જૂને સીઆઇડી સમક્ષ તપાસ માટે ઉપલબ્ધ રહેશે. તમને જણાવી દઈએ કે આ કેસમાં હાઈકોર્ટે આગામી સુનાવણી સુધી યેદિયુરપ્પાની ધરપકડ પર રોક લગાવી દીધી છે. કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી ૨ અઠવાડિયા પછી થશે. શિમોગાના નવા ચૂંટાયેલા સાંસદ અને બીએસ યેદિયુરપ્પાના પુત્ર રાઘવેન્દ્રએ આ કેસમાં પોતાના પિતાનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે આ લગભગ અઢી મહિના પહેલા નોંધાયેલી ફરિયાદ છે અને તેમાં કોઈ સત્ય નથી. રાઘવેન્દ્રએ દાવો કર્યો હતો કે ફરિયાદ કરનાર યુવતીએ ૫૦ અધિકારીઓ સામે આવી જ ફરિયાદ કરી હતી. કર્ણાટકના ગૃહમંત્રીએ કહ્યું હતું કે જે યુવતીએ આરોપ લગાવ્યો છે તે માનસિક રીતે ઠીક નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/