fbpx
રાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળમાં મોટી રેલ દુર્ઘટના; ૫ના મોત, ૨૦થી વધુ લોકો ઘાયલપશ્ચિમ બંગાળના દાજિર્લિંગમાં એક માલગાડી કંચનજંગા એક્સપ્રેસ સાથે અથડાઈ

પશ્ચિમ બંગાળના દાજિર્લિંગમાં એક મોટી રેલ દુર્ઘટના થઈ હતી જેમાં કંચનજંગા એક્સપ્રેસ અકસ્માતનો ભોગ બની છે. આ ટ્રેન અગરતલાથી સિયાલદહ જઈ રહી હતી ત્યારે પાછળથી માલગાડીએ ટક્કર મારી. જેના કારણે પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં પાંચ લોકોના કરુણ મોત થયા છે જ્યારે ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત સવારે ૯ વાગ્યાની આસપાસ થયો હતો.

આ રેલ અકસ્માતમાં પેસેન્જર ટ્રેનના ૩ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. એકબીજા પર ચઢી ગયા. આ કોચમાંથી એક કોચ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. વરસાદ વચ્ચે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી ચાલી રહી છે. કંચનજંગા એક્સપ્રેસ ન્યૂ જલપાઈગુડી સ્ટેશનથી સિયાલદહ માટે રવાના થઈ તેના તરત બાદ આ અથડામણ થઈ હતી. કંચનજંગા એક્સપ્રેસ અગરતલાથી કોલકાતાના સિયાલદહ જઈ રહી હતી. સિયાલદહ સ્ટેશન પર ઈમરજન્સી હેલ્પ ડેસ્ક ખોલવામાં આવ્યું છે. હાલમાં પ્રશાસન દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

આ રેલ દુર્ઘટના ના સમાચાર મળતા બચાવ કાર્ય માટે ડિઝાસ્ટર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘટનાસ્થળે રાહત ટ્રેન પણ મોકલવામાં આવી રહી છે. આ પછી જે તસવીરો સામે આવી છે, તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ટક્કર બાદ માલગાડીનો કોચ બીજા કોચ પર ચડી ગયો હતો. બે બોગી એક બીજા પર ચડી ગઈ જ્યારે ત્રણ બોગી પાટા પરથી ઉતરી ગઈ. એકબીજા સાથે અથડાઈને ખરાબ રીતે ફસાઈ ગયેલા કોચને ગેસ કટરની મદદથી કાપવામાં આવી રહ્યા છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. ઘટનાસ્થળે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે, ડૉક્ટરો અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે, તેમણે ટિ્‌વટ કર્યું, “દાજિર્લિંગ જિલ્લાના ફણસીડેવા વિસ્તારમાં એક દુઃખદ ટ્રેન દુર્ઘટના વિશે જાણીને આઘાત લાગ્યો. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ડીએમ, એસપી, એમ્બ્યુલન્સ અને ડિઝાસ્ટર ટીમને બચાવ અને તબીબી સહાય માટે સ્થળ પર મોકલવામાં આવી છે.

ભારતના રેલવે મંત્રીએ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટિ્‌વટર (હાલના ઠ ) ઉપર લખ્યું કે, એનએફઆર વિસ્તારમાં એક કમનસીબ અકસ્માત થયો છે. બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. રેલ્વે, એનડીઆરએફ અને એસડીઆરએફ નજીકના સંકલનમાં કામ કરી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે, તેમજ પીડિતોને એક્સ-ગ્રેશિયા વળતર આપવામાં આવશે જેમાં મૃતકોના પરિવારને ૧૦ લાખ, ગંભીર રીતે ઘાયલ લોકોને ૨.૫ લાખ અને સામાન્ય રીતે ઘાયલોને ૫૦ હજાર.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/