fbpx
રાષ્ટ્રીય

પટના હાઈકોર્ટનો નીતિશ સરકારને ઝટકોઅનામત ૫૦% થી વધારીને ૬૫% કરવાનો કાયદો રદ્દ કર્યો

પટના હાઈકોર્ટે નીતિશ સરકારને ઝટકો આપ્યો છે. ઈબીસી, એસસી અને એસટી માટે ૬૫% અનામત નાબૂદ કરવામાં આવી છે. પટના હાઈકોર્ટે બિહાર અનામતને લગતા કાયદાને રદ્દ કરી દીધો છે. બિહાર મુખ્યમંત્રી નીતિશ કુમારની સરકાર દ્વારા પછાત વર્ગો, અતિ પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત ૫૦% થી વધારીને ૬૫% કરી દીધી છે. જેને હાઈકોર્ટે રદ કરી છે.

આ કેસમાં પટના હાઈકોર્ટે ગૌરવ કુમાર અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરી હતી. સુનાવણી પછી, હાઇકોર્ટે ૧૧ માર્ચ, ૨૦૨૪ માટે ર્નિણય અનામત રાખ્યો હતો, જે આજે સંભળાવવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ કેવી ચંદ્રનની ડિવિઝન બેંચે ગૌરવ કુમાર અને અન્ય લોકોની અરજીઓ પર લાંબી સુનાવણી કરી હતી. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ પી.કે.શાહીએ દલીલો કરી હતી. તેમણે કોર્ટને કહ્યું હતું કે રાજ્ય સરકારે આ વર્ગોના પર્યાપ્ત પ્રતિનિધિત્વના અભાવે આ અનામત આપી છે. રાજ્ય સરકારે પ્રમાણસર ધોરણે આ અનામત આપી નથી.
આ અરજીઓમાં બિહાર સરકાર દ્વારા ૯ નવેમ્બર, ૨૦૨૩ના રોજ પસાર કરાયેલા કાયદાને પડકારવામાં આવ્યો હતો. જેમાં ઈબીસી, એસસી અને એસટી અને અન્ય પછાત વર્ગોને ૬૫ ટકા અનામત આપવામાં આવી હતી, જ્યારે સામાન્ય વર્ગના ઉમેદવારો માટે માત્ર ૩૫ ટકા પોસ્ટ પર જ સરકારી સેવા આપી શકાય છે.

એડવોકેટ દિનુ કુમારે અગાઉની સુનાવણીમાં કોર્ટને કહ્યું હતું કે સામાન્ય શ્રેણીમાં ઈડબલ્યુએસ માટે ૧૦ ટકા આરક્ષણ રદ કરવું એ ભારતીય બંધારણની કલમ ૧૪ અને કલમ ૧૫(૬)(બી) ની વિરુદ્ધ છે. તેમણે કહ્યું હતું કે જાતિ સર્વેક્ષણ બાદ અનામતનો આ ર્નિણય સરકારી નોકરીઓમાં પર્યાપ્ત પ્રતિનિધિત્વના આધારે નહીં પણ જાતિના પ્રમાણના આધારે લેવામાં આવ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે ઈન્દિરા સ્વાહાની કેસમાં અનામતની મર્યાદા પર ૫૦ ટકા અંકુશ લાદ્યો હતો. જાતિ સર્વેક્ષણનો મામલો હાલમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પેન્ડિંગ છે. તેના આધારે રાજ્ય સરકારના ર્નિણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેમાં રાજ્ય સરકારે સરકારી નોકરીઓમાં અનામતની મર્યાદા ૫૦ ટકાથી વધારીને ૬૫ ટકા કરી હતી. આ કારણે પટના હાઈકોર્ટે આ કેટેગરીઓ માટે અનામત મર્યાદા પચાસ ટકાથી વધારીને ૬૫ ટકા કરવાના રાજ્ય સરકારના ર્નિણયને રદ કર્યો છે.

નોંધનીય છે કે મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની મહાગઠબંધન સરકારે જાતિ આધારિત સર્વે રિપોર્ટના આધારે ઓબીસી, ઈબીસી, દલિતો અને આદિવાસીઓ માટે અનામત વધારીને ૬૫ ટકા કરી હતી. આર્થિક રીતે પછાત લોકો (ઉચ્ચ જાતિ) માટે ૧૦ ટકા આરક્ષણ સહિત, બિહારમાં નોકરી અને પ્રવેશ ક્વોટા વધીને ૭૫ ટકા થઈ ગયો છે. યૂથ ફોર ઈક્વાલિટી નામની સંસ્થાએ આને પટના હાઈકોર્ટમાં પડકારી હતી. આ જ અપીલ પર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની બેન્ચે અનામત વધારતા આ કાયદાને રદ કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/