fbpx
રાષ્ટ્રીય

મક્કામાં ભીષણ ગરમી જીવલેણ બની ગઈ, મૃત્યુઆંક ૧,૦૦૦ને પાર૨૦ જૂન સુધી આ વર્ષે હજમાં મૃત્યુઆંક ૧,૦૦૦ ને વટાવી ગયો

હજ યાત્રા દરમિયાન મૃત્યુની સંખ્યા સતત વધી રહી છે. મક્કામાં હજ દરમિયાન મૃત્યુઆંક હવે ૧૦૦૦ને પાર કરી ગયો છે. જેમાંથી અડધાથી વધુ અનરજિસ્ટર્ડ યાત્રાળુઓ હતા. જેમણે સાઉદી અરેબિયામાં આકરી ગરમીમાં હજયાત્રા કરી હતી. સાઉદી અરેબિયામાં ભારે ગરમી અને યોગ્ય વ્યવસ્થાના અભાવે હજ યાત્રીઓ મૃત્યુ પામી રહ્યા છે. આવી સ્થિતિમાં સમગ્ર સાઉદી સરકાર પર સવાલો ઉભા થઈ રહ્યા છે. સમાચાર એજન્સી એએફપીના અહેવાલ મુજબ, ગુરુવાર એટલે કે ૨૦ જૂન સુધી આ વર્ષે હજમાં મૃત્યુઆંક ૧,૦૦૦ ને વટાવી ગયો છે,

જેમાંથી અડધાથી વધુ અનરજિસ્ટર્ડ હજયાત્રીઓ હતા. આરબ રાજદ્વારી અનુસાર, ગુરુવારે નોંધાયેલા નવા મૃત્યુમાં ૫૮ ઇજિપ્તવાસીઓનો સમાવેશ થાય છે. માહિતી આપતા તેમણે કહ્યું કે મૃત્યુ પામેલા ૬૫૮ ઇજિપ્તવાસીઓમાંથી ૬૩૦ નોન-રજિસ્ટર્ડ યાત્રાળુઓ હતા. એકંદરે લગભગ ૧૦ દેશોમાં વાર્ષિક હજયાત્રા દરમિયાન ૧,૦૮૧ મૃત્યુ થયા છે. સમાચાર એજન્સી એએફપીના અહેવાલ મુજબ, ગુરુવાર એટલે કે ૨૦ જૂન સુધી આ વર્ષે હજમાં મૃત્યુઆંક ૧,૦૦૦ ને વટાવી ગયો છે, જેમાંથી અડધાથી વધુ અનરજિસ્ટર્ડ હજયાત્રીઓ હતા.

આરબ રાજદ્વારી અનુસાર, ગુરુવારે નોંધાયેલા નવા મૃત્યુમાં ૫૮ ઇજિપ્તવાસીઓનો સમાવેશ થાય છે. માહિતી આપતા તેમણે કહ્યું કે મૃત્યુ પામેલા ૬૫૮ ઇજિપ્તવાસીઓમાંથી ૬૩૦ નોન-રજિસ્ટર્ડ યાત્રાળુઓ હતા. એકંદરે લગભગ ૧૦ દેશોમાં વાર્ષિક હજયાત્રા દરમિયાન ૧,૦૮૧ મૃત્યુ થયા છે. જાે કે, આ આંકડા સત્તાવાર નિવેદનો અથવા તેમના દેશોની પ્રતિક્રિયાઓ પર કામ કરતા રાજદ્વારીઓ દ્વારા બહાર આવ્યા છે. હજ યાત્રાનો સમય દર વર્ષે ઇસ્લામિક કેલેન્ડર અનુસાર બદલાય છે અને આ વર્ષે તે જૂનમાં હતી, જે રાજ્યના સૌથી ગરમ મહિનાઓમાંનો એક છે. જેનો સમય ઇસ્લામિક ચંદ્ર કેલેન્ડર મુજબ નક્કી કરવામાં આવે છે. સાઉદી અરેબિયાના સરકારી ટીવીએ જણાવ્યું કે મક્કાની ગ્રેન્ડ મસ્જિદમાં સોમવારે તાપમાન ૫૧.૮ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું.

સાઉદી અધિકારીઓનું કહેવું છે કે દર વર્ષે હજારો હજયાત્રીઓ અનિયમિત માધ્યમથી હજ કરવાનો પ્રયાસ કરે છે કારણ કે તેઓને ઘણી વખત મોંઘી સરકારી મંજૂરીઓ પરવડી નથી. સાઉદી અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મહિને લાખો અનરજિસ્ટર્ડ હજયાત્રીઓને મક્કામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. એક આરબ રાજદ્વારીએ ગુરુવારે એએફપીને જણાવ્યું હતું કે અરાફાત દિવસ પહેલા સુરક્ષા દળો દ્વારા પીછો કરવામાં આવતા લોકો થાકી ગયા હતા. રાજદ્વારીએ કહ્યું કે ઇજિપ્તના યાત્રાળુઓમાં મૃત્યુનું મુખ્ય કારણ ગરમી છે, જે હાઈ બ્લડ પ્રેશર અને અન્ય સમસ્યાઓનું કારણ બને છે. એક રાજદ્વારીએ એએફપીને જણાવ્યું કે પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં લગભગ ૧૫૦,૦૦૦ શ્રદ્ધાળુઓમાંથી ૫૮ લોકોના મોત થયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/