fbpx
રાષ્ટ્રીય

કેન્દ્રીય સરકાર જાહેર ક્ષેત્રની બેંકો માટે અગત્યનો ર્નિણય લઈ શકે!

મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં જાહેર ક્ષેત્રની બેંકો પર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર બે બેંકોમાં પોતાનો હિસ્સો ઘટાડવાની તૈયારી કરી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર સરકાર બે બેંકો દ્વારા લગભગ રૂપિયા ૭,૦૦૦ કરોડ એકત્ર કરશે. હિસ્સો ઘટાડવાની સાથે આગામી કેટલાક વર્ષોમાં તેમના શેરહોલ્ડિંગમાં વધુ ઘટાડો કરવાના સંકેતો છે. બેંક ઓફ મહારાષ્ટ્ર ટૂંક સમયમાં ઊૈંઁ દ્વારા રૂપિયા ૫,૦૦૦ કરોડ એકત્ર કરી શકે છે. આ સિવાય અન્ય બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પણ ઊૈંઁ દ્વારા ૨,૦૦૦ કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે.

પ્રાપ્ત માહિતી જણાવે છે કે બેંક ઓફ મહારાષ્ટ્ર બિઝનેસ વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬માં ૨૫%ના પબ્લિક ફ્રી ફ્લોટ ધોરણોને પૂર્ણ કરી શકે છે. ઊૈંઁ શું છે? જે વિષે જણાવીએ, કંપનીઓ બજારમાંથી ભંડોળ ઊભું કરવા માટે ઊૈંઁ માર્ગ અપનાવે છે. આ માટે માર્કેટ રેગ્યુલેટર સેબીની મંજૂરી લેવાની જરૂર નથી. આ માટે કંપનીઓ નિયમો અનુસાર શેરની કિંમત નક્કી કરે છે. ઊૈંઁ ની કિંમત શેરની ૨-સપ્તાહની સરેરાશ કિંમત કરતાં ઓછી ન હોઈ શકે. વીમા કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓને ઊૈંઁ દ્વારા શેર જારી કરી શકાય છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને વેન્ચર કેપિટલ ફંડને પણ શેર જારી કરી શકાય છે. ઊૈંઁ કંપનીઓ પાસે નાણાં એકત્ર કરવાની સરળ અને આર્થિક રીત છે.

હાલમાં આ બેંકમાં સરકારનો હિસ્સો લગભગ ૮૬% છે. કેન્દ્ર સરકાર સંતુલિત રીતે આ બેંકોમાં હિસ્સો ઘટાડવાની તૈયારી કરી રહી છે. તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, યુકો બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં સરકારની ૯૩% થી વધુ ભાગીદારી છે. તાજેતરમાં કેર રેટિંગ્સે રૂપિયા ૧,૦૦૦ કરોડના બેન્ક ઓફ મહારાષ્ટ્રના ટિયર-૨ બોન્ડને છછ રેટિંગ આપ્યું છે. આ ઉપરાંત બેંકનું આઉટલુક પણ સ્થિર રાખવામાં આવ્યું છે. મંગળવારે બેન્ક ઓફ મહારાષ્ટ્રનો શેર રૂ.૬૪ પર બંધ થયો હતો. પરંતુ, છેલ્લા ૬ મહિનામાં આ શેરમાં ૪૦% થી વધુનો વધારો જાેવા મળ્યો છે. આ શેરની કિંમત ૧ વર્ષમાં ૧૩૦% થી વધુ વધી છે. તે જ સમયે, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના શેર પણ ગઈકાલે ૧% ઘટીને બંધ થયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/