fbpx
રાષ્ટ્રીય

નીતિશ સરકારને જીઝ્રનો ફટકો, કહ્યું,”રાજ્યોને અનામતની યાદી બદલવાનો અધિકાર નથી”

સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે રાજ્યોને અનુસૂચિત જાતિ (જીઝ્ર)ની યાદીમાં ફેરફાર કરવાનો કોઈ અધિકાર નથી. આ સત્તા ફક્ત સંસદમાં જ છે, કારણ કે જીઝ્ર સૂચિમાં કોઈપણ ખોટા સમાવેશથી અસલી જીઝ્ર સભ્યોને તેમના કાયદેસર લાભોથી વંચિત રાખવામાં આવે છે. ૨૦૧૫માં બિહાર સરકારની દરખાસ્તને નકારી કાઢતા, સુપ્રીમ કોર્ટે એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસ (ઈમ્ઝ્ર) સૂચિમાંથી પાન, સવાસી, પનાર સાથે જીઝ્ર સૂચિમાં તંતી-તંતવાના વિલીનીકરણને અમાન્ય ઠેરવ્યું હતું.

જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે જાહેર કર્યું કે રાજ્ય સરકારને બંધારણની કલમ ૩૪૧ હેઠળ જીઝ્રની યાદીમાં ફેરફાર કરવાનો અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું કે અમને એ સ્વીકારવામાં કોઈ સંકોચ નથી કે ૧ જુલાઈ ૨૦૧૫નો ઠરાવ સ્પષ્ટપણે ગેરકાયદેસર હતો. કારણ કે રાજ્ય સરકારને બંધારણની કલમ ૩૪૧ હેઠળ પ્રકાશિત અનુસૂચિત જાતિની યાદી સાથે ચેડા કરવાનો કોઈ અધિકાર નથી.

૨૦૧૫ માં, જીઝ્ર લાભ માટે “તંતી-તંતવા” ને પાન, સવાસી, પનાર સાથે મર્જ કરવાની બિહારની સૂચનાને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેને સમર્થન આપ્યું હતું. ઘણા અરજદારો અને સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી અને વરિષ્ઠ વકીલ ઇન્દિરા જય સિંહની આગેવાની હેઠળ, અરજદારોએ દલીલ કરી કે રાજ્યને જીઝ્ર સૂચિમાં ફેરફાર કરવાનો અધિકાર નથી, જે ફક્ત સંસદમાં જ સુધારી શકાય છે. જસ્ટિસ વિક્રમ નાથના ચુકાદાએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, જીઝ્રની યાદીમાં કોઈપણ ફેરફાર સંસદ દ્વારા અધિનિયમિત થવો જોઈએ. કોર્ટે તંતી-તંતવાને જીઝ્ર લાભો આપવાની બિહારની કાર્યવાહીને ગંભીર બંધારણીય ઉલ્લંઘન ગણાવ્યું હતું

અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી કાર્યવાહી જીઝ્ર સભ્યોને તેમના લાભોથી વંચિત રાખે છે. સુપ્રીમ કોર્ટે ર્નિણયમાં કહ્યું હતું કે રાજ્યની કાર્યવાહી દૂષિત અને બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી હોવાનું જણાયું હતું. રાજ્યએ જે કર્યું છે તેના માટે તેને માફ કરી શકાય નહીં. બંધારણની કલમ ૩૪૧ હેઠળ સૂચિબદ્ધ અનુસૂચિત જાતિના સભ્યોને અનામતથી વંચિત રાખવો એ ગંભીર મુદ્દો છે. કોઈપણ વ્યક્તિ જે પાત્ર નથી અને આવી યાદીમાં સમાવિષ્ટ નથી, જો આવો લાભ રાજ્ય દ્વારા જાણી જોઈને અને અન્ય કારણોસર આપવામાં આવ્યો હોય, તો તે અનુસૂચિત જાતિના સભ્યોનો લાભ છીનવી શકશે નહીં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/