fbpx
રાષ્ટ્રીય

૮માં પગાર પંચમાં સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સન માટે થઈ શકે મોટી જાહેરાત

નાણામંત્રી ર્નિમલા સીતારમણ ૨૩મી જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ રજૂ કરશે. બજેટ પહેલા કેન્દ્રીય કર્મચારીઓએ પોતાની માંગણી બજેટમાં રજૂ કરી છે. કર્મચારીઓની જે મુખ્ય માંગણીઓ છે તેમાંની એક આઠમા પગાર પંચ વિશે છે. મીડિયા રિપોર્ટ મુજબ આ અગાઉ ૬ જુલાઈના રોજ કેબિનેટ સચિવને લખાયલા એક પત્રમાં કેન્દ્રીય કર્મચારીઓ અને શ્રમિકોના કન્ફેડરેશને બજેટ ૨૦૨૪ પહેલા પોતાની માંગણી રજૂ કરી છે.

આ સાથે જ કર્મચારીઓના યુનિયને ૮માં પગાર પંચની રચના માટે પ્રપોઝલ પણ સરકારને આપ્યું છે. એવી આશા છે કે ત્રીજીવાર સત્તામાં આવેલી મોદી સરકાર બજેટમાં આઠમાં પગાર પંચની રચનાની જાહેરાત કરી શકે છે. બજેટ ૨૦૨૪-૨૫માં સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત થઈ શકે છે. કેન્દ્ર સરકારને ૮માં પગાર પંચ અંગે પ્રસ્તાવ મળ્યો છે. જેની રચનાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સની હાલની સેલરી, ભથ્થા, અને અન્ય લાભોની સમીક્ષા થઈ શકશે. આ પ્રસ્તાવને પીએમ મોદીની સરકારને મોકલવામાં આવ્યો છે. જેથી કરીને તેને આવનારા બજેટમાં સામેલ કરી શકાય.

બજેટ ૨૦૨૪-૨૫માં સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત થઈ શકે છે. કેન્દ્ર સરકારને ૮માં પગાર પંચ અંગે પ્રસ્તાવ મળ્યો છે. જેની રચનાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સની હાલની સેલરી, ભથ્થા, અને અન્ય લાભોની સમીક્ષા થઈ શકશે. આ પ્રસ્તાવને પીએમ મોદીની સરકારને મોકલવામાં આવ્યો છે. જેથી કરીને તેને આવનારા બજેટમાં સામેલ કરી શકાય. છેલ્લે આવેલું સાતમું પગાર પંચ પૂર્વ પીએમ મનમોહન સિંહ દ્વારા ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ રચવામાં આવ્યું હતું. તેની ભલામણો ૧ જાન્યુઆરી ૨૦૧૬થી લાગૂ થઈ. હાલની સરકારના કાર્યકાળમાં આ પહેલીવાર બનશે કે જ્યારે કોઈ નવા પગાર પંચની રચના કરવામાં આવશે.

સામાન્ય રીતે દસ વર્ષના સમયગાળા મુજબ ૮મું પગાર પંચ ૧ જાન્યુઆરી ૨૦૨૬થી શરૂ કરવા અંગેનો પ્રસ્તાવ છે. જાે કે હજુ સુધી સરકારે તેની કોઈ જ ઔપચારિક જાહેરાત કરી નથી. ૮માં પગાર પંચની રચનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને પોતાના પગાર, ભથ્થા અને પેન્શનમાં સંભવિત વધારાનો લાભ મળી શકે છે. તેનાથી તેમની ખરીદશક્તિ વધશે. તેનાથી જીવનસ્તર સારું થશે. મોદી સરકારે એ નક્કી કરવું પડશે કે પગાર પંચની રચના સમયસર થાય અને તેની ભલામણો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના હિતમાં હોય. બજેટ ૨૦૨૪-૨૫માં આ પ્રસ્તાવ સામેલ થવાથી સરકારી કર્મચારીઓમાં પોઝિટિવ સંદેશો જઈ શકે છે અને પગાર પંચના પ્રસ્તાવિત ફેરફારોનો ફાયદો તેમને સમયસર મળી શકશે. બજેટ ૨૦૨૪-૨૫માં ૮માં પગાર પંચની જાહેરાતથી સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના જીવનમાં સકારાત્મક ફેરફારની આશા સેવાઈ રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/